જુઓ ચંદ્રયાન -3ની નજરે ચાંદામામાની તસવીરો

0
96
જુઓ ચંદ્રયાન -3ની નજરે ચાંદામામાની તસવીરો
જુઓ ચંદ્રયાન -3ની નજરે ચાંદામામાની તસવીરો

ભારતનું ચંદ્રયાન -3 સતત ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન -3 પર આખી દુનિયાની નજર છે . ચંદ્રયાન -3 ના લેન્ડિંગ પર ભારતના વૈજ્ઞાનિકો નું સતત મોનીટરીંગ અને અપડેટ મળતી રહે છે અને દરેક ભારત વાસીઓમાં એક ગર્વની લાગણી ઉમેરાય છે . કારણ કે હવે ચંદ્ર પર ઉતરવાને હવે ગણતરીના કલાકો બાકી છે. ચંદ્રયાન -3 આ પહેલા ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોને ચંદ્રની તસવીરો મોકલીને ચંદ્રની વિશાળતા , ખાઈ, ખીણ અને જમીન કેવી છે તે અંગે માહિતી આપી રહ્યું છે . ફરીથી ચંદ્રયાન -3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની કેટલીક તસવીરો મોકલી છે, ઈસરોએ તેના ટ્વિટર શેર કરી છે. ઈસરોએ માહિતી આપી કે વિક્રમ લેન્ડર દ્વારા કેટલીક તસવીરો મોકલવામાં આવી છે. વિક્રમ લેન્ડરમાં લગાવવામાં આવેલો કેમેરો લેન્ડિંગ દરમિયાન પથ્થરો અને ઊંડા ખાઈ વિશે માહિતી આપશે . પરંતુ ન્હાલ કેટલીક તસ્વીરો મોકલીને ભારતના ચંદ્રયાન પર ગર્વ થાય તેવી તસવીરો મોકલીને એ સાબિત કરી રહ્યું છે કે તે તેનું ટેકનીકલ કામ ખુબ સરસ રીતે કરી રહ્યું છે.

F4BoferbMAAMSMz

વિક્રમ લેન્ડરે ચંદ્ર તરફ આગળનું પગલું ભર્યું. ધીરે ધીરે ચંદ્રયાન -3 ચંદ્રની સપાટીની નજીક જઈ રહ્યું છે. બીજી તરફ ઈસરોએ એક સારા સમાચાર આપ્પ્રોયા છે ચંદ્રયાન -3 મોડ્યુલમાં 150 કિલોથી વધુ બળતણ હજી સ્ટોક છે. આ એ જ મોડ્યુલ છે જેમાંથી વિક્રમ લેન્ડર થોડા કલાકો પહેલા છુટું થઈ ગયું હતું. અગાઉ એવું માનવામાં આવતું હતું કે તે ત્રણથી છ મહિના સુધી કામ કરી શકશે તેટલું ઇંધણ છે. પરંતુ હવે તે હવે ઘણા વર્ષો સુધી કામ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે એક નિવેદનમાં કહ્યું કે , પ્રોપલ્શન મોડ્યુલમાં ઘણું બળતણ બચ્યું છે , જે અમારી ધારણા કરતાં વધારે છે. તેનું કારણ એ છે કે ચંદ્ર પર જવાના માર્ગમાં બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું અત્યાર સુધીમાં કોઈ જ કટોકટી કે ટેકનીકલ સુધારણાની જરૂર પડી ન હતી. જેના કારણે ઈંધણ વધુ ઇંધણ હાલ સ્ટોકમાં છે . ઈસરોના વડાએ પુષ્ટિ કરી છે કે 150થી પણ વધારે કિલો ઈંધણ હાલ બચતમાં છે

F4BohFwaMAA6oKN

આપને જણાવી દઈએ કે વિક્રમ લેન્ડર ચંદ્રથી માત્ર 25 કિલોમીટર દૂર છે અને 23 ઓગસ્ટના રોજ સફળ લેન્ડિંગ કરશે. લેન્ડિંગ પહેલા મોડ્યુલે ટેકનીકલ તપાસમાંથી પસાર થવું પડશે અને નિર્ધારિત લેન્ડિંગ સ્થળ પર સૂર્યોદયની રાહ જોવાની રહેશે. અને 23 ઓગસ્ટે સાંજે 6-04 મીનીટે લેન્ડ થશે . આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી દરેક ભારતવાસી બનશે .