સેબીએ ડીમેટ ખાતાધારકો માટે નોમિની ઉમેરવાની છેલ્લી તારીખ લંબાવી છે. ડીમેટ એકાઉન્ટ ધારકો માટે મોટી રાહતના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ( સેબી )એ હાલના ડીમેટ ખાતા ધારકો માટે નોમિની ઉમેરવાની છેલ્લી તારીખ ત્રણ મહિના સુધી લંબાવી છે. જો આપ ડીમેટ ખાતું ધરાવો છો અને તમે તેમાં નોમિનેશનનું કામ પૂર્ણ કર્યું નથી, તો હવે તમારી પાસે નોમીનીનું નામ દાખલ કરવાના કામ પૂર્ણ કરવા માટે 31મી ડિસેમ્બર સુધીનો સમય છે. અગાઉ, તમારા ડીમેટ ખાતાઓમાં નોમિની ઉમેરવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર હતી જે સેબીએ લંબાવી છે. આમ નોમીનીના નામ ઉમેરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
તારીખ 30 સપ્ટેમ્બરથી લંબાવીને 31 ડીસેમ્બર કરવામાં આવી.
ડીમેટ એકાઉન્ટ નોમિની પર SEBIએ લીધો મોટો નિર્ણય
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે સેબીએ એક પરિપત્રમાં જાહેર કરી જણાવ્યું હતું કે ડીમેટ ખાતાના સંદર્ભમાં નોંધણી અથવા નોમિનીની પસંદગીની વિગતો સબમિટ કરવાની છેલ્લી તારીખને 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેબી દ્વારા લેવાયેલા આ પગલાનો મુખ્ય હેતુ રોકાણકારોના નાણાં સુરક્ષિત રાખવા અને તેમની સંપત્તિ તેમના કાનૂની વારસદારોને સોંપવામાં મદદ કરવાનો છે. અગાઉ સેબીએ નોટિફિકેશન બહાર પડ્યું હતું કે, જે ખાતાઓમાં નોમિનીને 30મી સપ્ટેમ્બર સુધીમાં ઉમેરવામાં આવ્યા ન હતા તે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. આ નિર્ણયથી નોમીની ના ઉમેર્યા હોય તેઓને રાહત મળશે.
સેબીએ અન્ય કયા નિર્ણયો લીધા છે?
સેબીએ નોમિની, સંપર્ક વિગતો, ભૌતિક ઇક્વિટી ધારકોને PAN, બેંક ખાતાની વિગતો અને ફોલિયો નંબર માટે નમૂના સહી સબમિટ કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય પણ લંબાવ્યો છે. તેમ જ KYC કરાવવા માટે વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે તેની પણ છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2023 નક્કી કરવામાં આવી છે. વ્યવસાયને સરળ બનાવવા માટે, ડીમેટ ખાતા માટે નોંધણીનો વિકલ્પ સ્વૈચ્છિક બનાવવામાં આવ્યો છે, તેમ જ રોકાણકારો ઘોષણા ફોર્મ દ્વારા કોઈને નોમિનેટ ના કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
દેશ – વિદેશના વધુ સમાચાર માટે ક્લિક કરો અહી –
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી, “ન્યાયાધીશોની નિમણૂકમાં વિલંબ કેમ થઇ રહ્યો છે?”
સૌથી ખરાબ માનવતાવાદી કટોકટી, રાતોરાત છોડવા પડ્યા દેશ
ખાલિસ્તાની આતંકવાદી પન્નું સામે NIAની લાલ આંખ, સંપતિ કરી જપ્ત
ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ – કોણ આપી રહ્યું છે ખાલીસ્તાનીઓને ફંડ