School news :શિક્ષકો BLO કામગીરીમાં જોડાતા શાળાઓ 4 તાસ સુધી સવારમાં ચલાવવાની રજૂઆત.#GujaratEducation,#EducationUpdate,#Gujarat

0
87
school
school

School news :અમદાવાદ : રાજ્યભરના શાળા સંચાલકો દ્વારા શાળાનો સમય બદલીને સવારનો કરવાની માંગ ઉઠી છે. આ અંગે રાજ્ય શાળા સંચાલક મહામંડળે શાળા નિયામક કચેરીને પત્ર લખી રજૂઆત કરી છે.

School news :

School news :મહામંડળે જણાવ્યું છે કે ગ્રાન્ટેડ શાળાઓના અનેક શિક્ષકોને હાલમાં BLO (Booth Level Officer) તરીકે ચૂંટણી સંબંધિત SIR કામગીરી સોંપવામાં આવી છે, જેમાં મતદાર યાદી સુધારણા, નવા મતદારોનું નોંધણીકરણ, ડુપ્લિકેટ મતદારો શોધવા, નામ કટાવવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે. આ કામગીરી માટે શિક્ષકોને ઘેરઘેર જઈને સર્વે કરવો પડે છે, જેના કારણે શિક્ષણ અને ચૂંટણી બંને ફરજો એકસાથે નિભાવવી મુશ્કેલ બની રહી છે.

School news :રાજ્ય શાળા સંચાલક મહામંડળે શાળા નિયામક કચેરીને પત્ર

શાળા સંચાલક મંડળે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે હાલમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખોટ પણ છે, જેના કારણે શિક્ષણ કાર્ય અસરગ્રસ્ત થઈ રહ્યું છે. તેથી તમામ શાળાઓનો સમય સવારનો કરી માત્ર ચાર કલાક સુધી શાળાઓ ચલાવવાની છૂટ આપવા માંગ કરવામાં આવી છે.

School news :

School news :સંસ્થાએ વધુમાં માગણી કરી છે કે જ્યારે શિક્ષકો BLO કામગીરીમાં જોડાયેલા હોય ત્યારે આ ચાર કલાકની શાળાઓમાં મુખ્યત્વે ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને પ્રથમ ભાષા જેવા મુખ્ય વિષયો પર જ શિક્ષણ કાર્ય કરવામાં આવે.

શાળા સંચાલક મહામંડળે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણીની કામગીરી અને શિક્ષણ કાર્ય બંને યોગ્ય રીતે ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા માટે શાળા નિયામક કચેરી હસ્તક્ષેપ કરે, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડે.

School news :હાલ નિયામક કચેરી તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ શાળા સંચાલક મંડળની રજૂઆત બાદ શિક્ષણ વિભાગે ચર્ચા શરૂ કરી હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

Peanut Abundance, Price Shock:મગફળીનો મબલખ પાક છતાં સિંગતેલના ભાવ આસમાને! ડબ્બો 2500ને પાર.