SC Slams Freebie Culture: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: “મફતની રેવડીઓ વહેંચવાનું બંધ કરો, કરદાતાઓના પૈસાનો વિચાર કરો અને રોજગાર પર ધ્યાન આપો”

0
108

SC Slams Freebie Culture: દેશમાં ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી મફત સુવિધાઓ (Freebies) પર સુપ્રીમ કોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તમિલનાડુ વીજ વિતરણ નિગમ વિરુદ્ધ ભારત સરકારના કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે રાજ્યોને આડે હાથ લેતા સ્પષ્ટ કર્યું કે આ ‘રેવડી સંસ્કૃતિ’ દેશના આર્થિક ભવિષ્ય માટે ખતરારૂપ છે.

SC Slams Freebie Culture

SC Slams Freebie Culture: “ખર્ચ કોણ ભોગવશે? – માત્ર કરદાતા”

સુનાવણી દરમિયાન CJI એ વેધક સવાલ પૂછ્યો હતો કે, “આ યોજનાઓનો અઢળક ખર્ચ આખરે કોણ ઉઠાવશે? કરદાતા (Taxpayer) સિવાય બીજું કોઈ નહીં.” કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે પહેલા મફત ભોજન અને વીજળી સુધી મર્યાદિત રહેલી યોજનાઓ હવે સીધા રોકડ ટ્રાન્સફર (Direct Cash Transfer) સુધી પહોંચી ગઈ છે, જે ગંભીર બાબત છે.

SC Slams Freebie Culture: રેવડી સંસ્કૃતિ વિરુદ્ધ રોજગાર

સુપ્રીમ કોર્ટે રાજ્યોને સલાહ આપી કે મફતની ચીજો વહેંચવાને બદલે રોજગાર નિર્માણ પર ભાર મૂકવો જોઈએ. કોર્ટની મહત્વની ટિપ્પણીઓ:

  • દેવામાં ડૂબેલા રાજ્યો: અનેક રાજ્યો ભારે દેવામાં હોવા છતાં કલ્યાણકારી યોજનાઓના નામે સરકારી તિજોરી ખાલી કરી રહ્યા છે.
  • વિકાસ રૂંધાયો: મફત સુવિધાઓ અને કર્મચારીઓના પગાર પાછળ એટલો ખર્ચ થાય છે કે વિકાસના કામો માટે ફંડ બચતું નથી.
  • 25% નો નિયમ: કોર્ટે સવાલ કર્યો કે સરકારની વાર્ષિક આવકનો ઓછામાં ઓછો 25 ટકા હિસ્સો વિકાસલક્ષી કાર્યો પાછળ કેમ ન ખર્ચી શકાય?

“રાજ્યોએ આર્થિક સંતુલન જાળવવું અનિવાર્ય છે. મફતની રેવડીઓ આર્થિક વિકાસમાં અવરોધ સમાન છે.” – સુપ્રીમ કોર્ટ

SC Slams Freebie Culture: વીજ વિતરણ નિગમને ફટકાર

તમિલનાડુના કિસ્સામાં કોર્ટે નોંધ્યું કે ગ્રાહકની નાણાકીય સ્થિતિ જોયા વગર દરેકને મફત વીજળી આપવાના વાયદાઓ નાણાકીય અરાજકતા નોતરે છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે નાણાકીય સમજદારી વિના દેશનું ભવિષ્ય સુરક્ષિત નથી.

વધુ સમચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Bangladesh Shifts Stance: બાંગ્લાદેશમાં સત્તાપલટો થતા જ બદલાયા સૂર: નવા રમતગમત મંત્રીએ ભારત-BCCI સાથે સંબંધો સુધારવા હાથ લંબાવ્યો