SC on Election : ચૂંટણીમાં મફત ભેટ આપવાના વાયદાઓ પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ, આવતીકાલે સુપ્રીમમાં સુનાવણી

0
291
SC on Election
SC on Election

SC on Election : દેશમાં ચૂંટણીની મોસમ આવી ગઈ છે, ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ મતદારોને લોભાવવા મફત વસ્તુઓ આપવાના વાયદા કરતી હોય છે ત્યારે હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થનાર છે. ચૂંટણી દરમિયાન મફત ભેટનું વચન આપતી રાજકીય પાર્ટીઓની પ્રથા સામે એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. જે મામલે સુપ્રીમે અપીલને માન્ય રાખી ગુરુવારે સુનાવણી હાથ ધરવા સંમત થઇ છે.

SC on Election

SC on Election :  આવતીકાલે હાથ ધરાશે ચૂંટણી

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે બુધવારે કહ્યું કે આ જરૂરી છે અને અમે આવતીકાલે આ મામલે સુનાવણી ચાલુ રાખીશું. અરજીમાં રાજકીય પક્ષોના આવા નિર્ણયોને બંધારણની કલમ 14, 162, 266 (3) અને 282નું ઉલ્લંઘન ગણાવ્યું છે. અરજીમાં ચૂંટણી પંચને ચૂંટણી ચિહ્નો જપ્ત કરવા અને જાહેર ભંડોળમાંથી અતાર્કિક મફત ‘ભેટ’ વહેંચવાનું વચન આપનાર રાજકીય પક્ષોની નોંધણી રદ કરવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી હતી.

SC on Election

SC on Election :  અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજકીય પક્ષો અયોગ્ય લાભ મેળવવા અને મતદારોને તેમની તરફેણમાં લલચાવવા માટે મનસ્વી અથવા અતાર્કિક ‘ભેટ’નું વચન આપે છે, જે લાંચ અને અનુચિત પ્રભાવ સમાન છે. તમને જણાવી દઈએ કે દેશમાં  19 એપ્રિલથી લોકસભા ચૂંટણી શરૂ થઈ રહી છે.

SC on Election

SC on Election :  અરજીમાં કહેવામાં આવ્યું છે કે મતદારો પાસેથી રાજકીય લાભ લેવા માટેના આવા વચનો  પર  સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ કારણ કે તે બંધારણનું ઉલ્લંઘન કરે છે અને ચૂંટણી પંચે તેની સાથે કડક રીતે વ્યવહાર કરવો જોઈએ. તેણે કોર્ટને એવી પણ વિનંતી કરી કે ચૂંટણી પહેલા આમ કરવાથી ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા ખરડાય છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો