માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને SCથી રાહત, ઉલ્ટું અરજદારને કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ

0
70
રાહુલ ને રાહત
રાહુલ ને રાહત

‘મોદી અટક’ ટિપ્પણી સંબંધિત ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ તેને ગુજરાતની કોર્ટે ગેરલાયક ઠેરવ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતી.મોદી અટક માનહાનિ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી છે. SC એ રાહુલ ગાંધી વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. જી હા… SCએ અરજીકર્તા અશોક પાંડે પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ બહાલ કરવાની અરજી પડકારવામાં આવી હતી. અરજીમાં વાયનાડમાં તાત્કાલિક પેટાચૂંટણીની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ બહાલ કરવાની PILને ફગાવી દીધી છે. કોર્ટે અરજી દાખલ કરનાર વકીલને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ‘મોદી અટક’ ટિપ્પણી સંબંધિત ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ તેને ગુજરાતની કોર્ટે ગેરલાયક ઠેરવ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતી.

સુરત: સુરતની સેશન કોર્ટમાંથી (Surat Court) કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીને (RahulGandhi) મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે રાહુલની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેઓએ ‘મોદી સરનેમ’ અંગે માનહાનિના કેસમાં નીચલી અદાલત દ્વારા સંભળાવવામાં આવેલી સજા પર સ્ટે માંગ્યો હતો. હવે રાહુલ ગાંધી પાસે સેશન્સ કોર્ટના આ નિર્ણય સામે હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો છે.

2019ની સભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ચાર વર્ષ બાદ 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી. રાહુલનું સંસદ સભ્યપદ રદ્દ
લોકસભા સચિવાલય દ્વારા જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલ કેરળના વાયનાડથી સાંસદ હતા. વાસ્તવમાં, લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે. 13 એપ્રિલના રોજ એડિશનલ સેશન્સ જજ આરપી મોગેરાની કોર્ટે રાહુલની અરજી પર સુનાવણી કરતા નિર્ણય 20 એપ્રિલ માટે અનામત રાખ્યો હતો. રાહુલને જામીન આપતાં કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદી અને રાજ્ય સરકારને દોષિત ઠરાવવાની અરજી પર નોટિસ પાઠવી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. રાહુલના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, નીચલી કોર્ટમાં કેસની સુનાવણી યોગ્ય નહોતી. આ કેસમાં મહત્તમ સજાની જરૂર નથી. રાહુલ વતી કહેવામાં આવ્યું હતું કે જો 23 માર્ચના નીચલી કોર્ટના નિર્ણયને સસ્પેન્ડ અને મોકૂફ નહીં રાખવામાં આવે તો તેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થશે.રાહુલ ગાંધી પાસે હવે કયા વિકલ્પો છે?
રાહુલ ગાંધીની અરજી પર સેશન્સ કોર્ટના આજના નિર્ણયને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. કારણ કે જો કોર્ટ રાહુલની માંગણી સ્વીકારે છે અને સજા અને દોષિત ઠેરવવા પર પ્રતિબંધ મૂકે છે તો રાહુલનું સંસદનું સભ્યપદ પુનઃસ્થાપિત થઈ શકે છે. તાજેતરમાં, લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલના કિસ્સામાં પણ આ જોવા મળ્યું હતું. જાન્યુઆરીમાં, મોહમ્મદ ફૈઝલને હત્યાના પ્રયાસનો દોષી ઠેરવ્યા બાદ ટ્રાયલ કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી ફૈઝલની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. ફૈઝલે નીચલી કોર્ટના નિર્ણય સામે કેરળ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કેરળ હાઈકોર્ટે મોહમ્મદ ફૈઝલની સજા પર રોક લગાવી દીધી હતી. આ પછી મોહમ્મદ ફૈઝલની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. જોકે, હવે કોર્ટે રાહુલને રાહત આપી નથી. આવી સ્થિતિમાં રાહુલ સેશન્સ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે.