એમેઝોન કંપનીએ ભારતમાં સેટેલાઇટ હાઇસ્પીડ નેટ માટે કર્યું એપ્લાય #internet #india #amazon #starlink #jeffbezos #airtel #jio

0
38

ભારતમાં સેટેલાઇટ હાઇસ્પીડ નેટ – #internet #india #amazon #starlink #jeffbezos #airtel #jio ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓનું ક્ષેત્ર વધુ ગતિ પકડવા જઈ રહ્યું છે. એલોન મસ્કની કંપની સ્ટારલિંક બાદ હવે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસની કંપની એમેઝોન પણ આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે સક્રિય બની છે.

ભારતમાં ઈન્ટરનેટની ગતિ હજુ ઝડપી થશે

એમેઝોન કંપનીએ ભારતમાં સેટેલાઇટ હાઇસ્પીડ નેટ માટે કર્યું એપ્લાય

એમેઝોને તેના પ્રોજેક્ટ કુઈપર હેઠળ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે દૂરસંચાર વિભાગ (DoT) પાસે જરૂરી મંજૂરીઓ માટે અરજી કરી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, એમેઝોન ભારતમાં એક મોટું સેટેલાઇટ કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની યોજના ધરાવે છે, જેમાં મુંબઈ અને ચેન્નાઈમાં બે હાજરી પોઇન્ટ અને દેશભરમાં દસ ગેટવે સ્થાપવાનો સમાવેશ થાય છે. કંપનીએ તાજેતરમાં જ DoTને સેટેલાઇટ કોમ્યુનિકેશન ઓથોરાઇઝેશન માટે લેટર ઓફ ઇન્ટેન્ટ ઝડપથી જારી કરવા વિનંતી કરી છે.

સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે માંગી મંજૂરી

એમેઝોન ભારતમાં એક મોટું સેટેલાઇટ કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા આતુર

ઉલ્લેખનીય છે કે DoT દ્વારા તાજેતરમાં જ સ્ટારલિંકને પણ LoI જારી કરવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે