સરપંચે હવામાં 2 લાખ રૂપિયાનો વરસાદ કર્યો

    0
    315

    મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પયાગા ગામના સરપંચ મંગેશે શુક્રવારે બપોરે પંચાયત સમિતિની સામે 2 લાખ રૂપિયાની નોટનો વરસાદ કર્યો હતો. ઘટનાની વિગત જાણે એમ છે કે હકીકતમાં એક પંચાયત સમિતિના અધિકારીએ કૂવાના બાંધકામની દરખાસ્ત મંજૂર કરાવવાના નામે કુલ બજેટના 12%ની લાંચની માગણી અંગે તે ગુસ્સે થયો હતો. આ ઘટનાક્રમનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે નોટો ઉડાડતો જોવા મળે છે.સરપંચ સાબલે શુક્રવારે નોટોની માળા પહેરીને પંચાયત સમિતિ સામે પ્રદર્શન કરીને વિરોધ દર્શાવ્યો અને ભ્રષ્ટાચાર કરનાર લોકો ઉપર કાર્યવાહીની માગ કરી હતી…