અંબાજીમાં મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઈલ

0
78
અંબાજીમાં મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઈલ
અંબાજીમાં મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઈલ

અંબાજી : મોહનથાળ પ્રસાદનો મામલો

મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઈલ

પ્રસાદમાં ઘીમાં ભેળસેળ

અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં માઇ ભક્તોને ગુણવત્તાયુક્ત પ્રસાદ આપવામાં આવ્યો

પ્રચાર માધ્યમોમાં પ્રસાદની ગુણવત્તાને લઈ વહેતા થયેલા સમાચારો સંદર્ભે મંદિર ટ્રસ્ટે કરી સ્પષ્ટતા

અંબાજીમાં મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઈલ થયા છે.અંબાજીમાં મંદિરમાં પ્રસાદમાં મળતો મોહનથાળ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, હવે આ મોહનથાળના પ્રસાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે.અંબાજીમાં મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઈલ થયા છે.

ત્યારે મંદિર ટ્રસ્ટે આ અંગે સ્પષ્ટતા કરી છે.   શક્તિપીઠ અંબાજી ખાતે તા.23 થી 29 સપ્ટેમ્બર, 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયેલ હતું. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવે છે. આ જથ્થામાંથી 28 ઓગષ્ટ, 2023 ના રોજ કેટલાંક સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જે 15 સપ્ટેમ્બર, 2023 ના રોજ આવેલ પરિણામોમાં ફેલ થયા હતાં. તેથી, ઘીના આ સમગ્ર જથ્થાને બાકાત કરવામાં આવ્યો હતો અને એનો પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ બનાસ ડેરીમાંથી ઘી લાવીને તેનો પ્રસાદમાં ઉપયોગ થયો હતો.

     ભાદરવી પૂનમના મહામેળામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને એમની ટીમ શ્રદ્ધાળુઓને ગુણવત્તાસભર પ્રસાદ મળી રહે એ માટે એજન્સી પર સતત દેખરેખ રાખતી હતી. આમ, મેળા દરમિયાન ભક્તોને સારી ક્વોલિટીનો પ્રસાદ મળી રહે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. ઘીના જે સેમ્પલ ફેલ થયા છે એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ અંબાજી મંદિર ટ્રસ્ટ ઓથોરિટીએ જણાવ્યું છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ