નવા સંસદ ભવનમાં તમામ ધર્મના સંતોએ કરી પ્રાર્થના

0
223

દેશના વિકાસ માટે રાજનીતિ બાજુમાં રાખવી જોઈએ -સંતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તમામ ધર્મના સાધુ સંતોએ પ્રાર્થના કરી હતી. તમામ ધર્મના સંતોએ સામુહિક પ્રાર્થના કરીને સંસદ ભવનનું પરિસર ધર્મમય બનાવ્યું. ઉદ્ઘાટન બાદ સંતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તમામ સંતોએ કહ્યું કે દેશના વિકાસ માટે રાજનીતિ બાજુએ રાખવી જોઈએ.

અહી ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પીએમ મોદીને હસ્તે કરવાના નિર્ણયની વિપક્ષોએ ટીકા કરી હતી. અને સમારોહમાં હાજર નહિ રહેવાનો નિર્ણય કર્યો . તેમની માંગણી હતીકે વડાપ્રધાન ને બદલે રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન કરવું જોઈએ

વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ