રશિયા કરશે UNSC બેઠકનું નેતૃત્વ!

0
56
4b1j670o

રશિયાનું UNSCનું અધ્યક્ષ બનવું એક સૌથી ખરાબ મજાક : અમેરિકા

વૈશ્વિક સમુદાયના મોંઢે જોરદાર તમાચા સમાન બાબત : યુક્રેન

રશિયા-યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તે વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ચાલુ મહિનાના અંતે રશિયાના વિદેશમંત્રી લાવરોવ UNSCની બેઠકનું નેતૃત્વ કરવાના છે.  રશિયા મધ્ય એશિયા અંગે બેઠકનું પણ નેતૃત્વ કરશે, જેને લઈને યુક્રેન અને અમેરિકાએ વાંધો ઉઠાવ્યો છે. આ મુદ્દે યુક્રેને કહ્યું છે કે, રશિયાનું યુએન સિક્યોરિટી કાઉન્સિલનું અધ્યક્ષ બનવું વૈશ્વિક સમુદાયના મોંઢે જોરદાર તમાચા સમાન બાબત છે. રશિયા તેની અધ્યક્ષતાનો દુરુપયોગ કરી શકે છે. UNSCના સભ્યો રશિયાને આમ કરવા ના દે, જયારે અમેરિકાએ પણ UNSCમાં રશિયાની ભૂમિકા અંગે વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાએ કહ્યું છે કે, જે દેશ યુએન ચાર્ટરનું ઉલ્લંઘન કરી રહ્યો હોય અને પાડોશી દેશ પર હુમલા કરી રહ્યો હોય એવા દેશને UNSCમાં સ્થાન જ ન આપવું જોઈએ. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, રશિયા UNSCનું કાયમી સભ્ય છે. રશિયાનું UNSCનું અધ્યક્ષ બનવું એક સૌથી ખરાબ મજાક છે.”