રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર 20થી વધુ મિસાઈલો છોડી

0
183

આ હુમલામાં 19 લોકોના જીવ ગયા

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમય થયો છે પણ બંને દેશો વછે અત્યારે પણ અશાંતિ છે. યુક્રેન આ યુદ્ધથી તબાહ થઇ ગયું છે. પણ રશિયા અટકવાનું નામ લેતું નથી. મળતી માહિતી પ્રમાણે વહેલી રશિયાએ યુક્રેનની રાજધાની કિવ અને તેની આસપાસ વિસ્તારોમાં ૨૦થી વધુ ક્રુઝ મિસાઈલો અને બે ડ્રોન છોડ્યા હતા તેમાં 19 થી પણ વધારે નાગરિકોના મોંત થયા છે.

રહેણાંક વિસ્તારમાં થયેલા હુમલામાં મોટા પ્રમાણમાં જાનહાનીના સમાચાર છે. યુક્રેનના હવાઈ દળોએ 11 મિસાઈલ અને અન્ય બે ડ્રોન કિવ પર આવતા રોક્યા હતા . ઉલ્લેખનીય છેકે આ બંને દેશોના યુદ્ધ વચ્ચે દુનિયાના દેશોમાં ભારે આર્થીક તંગી, મોંઘવારી, બેરોજગારી ઉભી થઇ છે . રશિયા અને યુક્રેનથી આવતા ક્રુડ ઓઈલ અને ઘઉંની અછત ઉભી થતા દુનિયાભરમાં ખાદ્ય પદાર્થોના ભાવોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. હવે દુનિયાના દેશો બંને દેશોને તેમનો વિવાદ શાંતિથી મંત્રણા દ્વારા લાવવો જોઈએ તેવી સલાહ આપી રહ્યા છે.

ચીનના રાષ્ટ્રપતિએ તાજેતરમાં રશિયાની મુલાકાત લીધી હતી તે ઉપરાંત જાપાનના વડાપ્રધાને પણ ભારત પ્રવાસ દરમિયાન પરત ફરતા યુક્રેનની મુલાકાત લઈને આર્થીક સહાય કરવાની જાહેરાત કરી હતી. બંને દેશોને યુદ્ધ સિવાયનો મહત્વપૂર્ણ ઉકેલ લાવવામાં ભારત મદદ કરી શકે તેમાટે દુનિયાના દેશો ખાસ કરીને જગત જમાદાર અમેરિકા પણ ભારતને અપીલ કરી રહ્યું છે. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો VR LIVE સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ