Rupala vs rajput : રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. આ અંગે ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ હતી. આજે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી. જોકે, એ પહેલાં રાજપૂત સમાજની કોર કમિટીની એસજી હાઇવે ઉપર એક હોટલમાં બેઠક મળી હતી. રાજકોટથી પદ્મિનીબા વાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે ચાર મહિલા સભ્યો પણ અમદાવાદ આવ્યા હતા. આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની જ માંગ કરી હતી.
Rupala vs rajput : ક્ષત્રિયોની માગ- રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલો
Rupala vs rajput : ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બાદ જણાવ્યું હતું કે, આજે અમે કોર કમિટી સાથે બેઠક કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. કોર કમિટી સાથે વાત કરી છે. રૂપાલાએ 30 મિનિટમાં માફી માગી હતી. ગોંડલ ખાતે માફી માગી હતી, પ્રદેશ પ્રમુખે પણ માફી માગી છે. અમે બાબતો કોર કમિટી સમક્ષ રજૂ કરી છે. બધાએ રજૂઆત કરી છે. બધાની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે તેમ કહ્યું છે.
આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા છે. તે અમને મંજૂર નથી એમ કોર કમિટીએ કહ્યું છે, અમે પક્ષમાં રજૂઆત કરીશું. હવે પાર્ટી નિર્ણય લેશે. અમે પાર્ટીમાં અહીંયા બેઠકમાં જે વાત થઈ તે રજૂ કરીશું. આજે બેઠકમાં કોઈ નિર્ણય નહીં. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માગ રૂપાલાની ટિકિટ કાપી અને રાજકોટની સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે.
Rupala vs rajput : બહેનોની અસ્મિતાની વાત કરી
તૃપ્તિબા રાઓલએ જણાવ્યું હતું કે, અમે લોકશાહી સ્વીકારી છે, પરંતુ આજની રાજનીતિમાં નિમ્નકક્ષાની રાજનીતિ પર આજના નેતાઓ ઉતરી ગયા છે. આજે અમે તમામ રજૂઆત કરી છે અને અમારી બહેનોની અસ્મિતાની વાત કરી હતી.પદ્માવત વખતે રોડ ઉપર ઉતરી જે રીતે ઘટના બની હતી, એવી કોઈ ઘટના ન બને તેના માટે સંકલન સમિતિ કામ કરી રહી છે. રૂપાલાનું નિવેદન જે છે તેને ભાજપ પણ સમર્થન આપે છે. માતા અને બહેનો પર હવે સવાલ ઊભો થયો છે. હવે જો રામરાજ્ય ફરીથી આવ્યું હોય તો રામરાજ્યમાં આવી બહેનો-દીકરીઓની સ્થિતિ નથી.
Rupala vs rajput : સમાજમાં કોઈ બે ભાગલા પડ્યા નથી
પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, આ લડાઈ ક્ષત્રિય સમાજની માતા અને બહેનો દીકરીઓના માનની વાત છે. સમાજમાં કોઈ બે ભાગલા પડ્યા નથી. જે પણ નિર્ણય આવશે તે બહેનો અને દીકરીઓ સામે જોઈ અને લેવામાં આવશે તેવી આશા છે. અમારી એક જ માગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય .
Rupala vs rajput : ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ કરાશે
રાજપૂત સમાજની કોર કમિટીના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ ક્ષત્રિય આગેવાનો અમને મળવા માટે આવ્યા હતા. સમાજના આગેવાનોને કહ્યું હતું કે, સરકાર અને ભાજપ તરફથી વાત કરવા માગે છે. આજે બેઠક મળી હતી. તમામ રાજપૂત સંગઠનો વતી રજૂઆત કરી હતી. અમે ભાજપની વાત સાંભળી હતી. અમે એક જ રજૂઆત કરી હતી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાજકોટની ઉમેદવારી રદ કરવામાં આવે. જ્યાં સુધી ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો વિરોધ રહેશે.
Rupala vs rajput : ભાજપ હાઈકમાન્ડ કહી દો રાજપૂત મહત્વના કે રૂપાલા?
કરણસિંહે વધુમાં જણાવ્યું હતું કે, આ છેલ્લી મિટિંગ હતી. આના બાદ કોઈ મિટિંગ નહીં યોજાય. ગુજરાતમાં 75 લાખ અને દેશભરમાં 22 કરોડ રાજપૂતો છે. તમે ભાજપ હાઈ કમાન્ડને જણાવી દેજો કે તમારા માટે રૂપાલા મહત્વના છે કે રાજપૂત સમાજ મહત્વના છે. અમે વડીલોએ તમામ બહેનોને કહીએ છીએ કે જોહર જેવું કોઈ પગલું ન ભરો. આ યુદ્ધનું મેદાન છે. હવે માત્ર રાજકોટ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત સુધીમાં ફેલાશે. આ આંદોલન માત્ર પુરુષોત્તમ રૂપાલા સામે છે. જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો 26 બેઠકો ઉપર અસર થશે. અમારા 400 ભાઈ-બહેન રાજકોટથી ઉમેદવારી કરશે. રાજકોટથી હવે શરૂઆત થશે. પોસ્ટર, બેનર વિરોધ પ્રદર્શન વગેરે રણનીતિ ઘડવામાં આવશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો