Robert Kiyosaki Warning: વિશ્વભરમાં કરોડો નકલો વેચાયેલ પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ (Rich Dad Poor Dad) ના લેખક રોબર્ટ કિયોસાકીએ રોકાણકારો માટે લાલબત્તી ધરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા દાવો કર્યો છે કે વિશ્વ અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક ક્રેશ (Market Crash) તરફ આગળ વધી રહ્યું છે.

Robert Kiyosaki Warning: ડરામણું સ્વપ્ન કે સુવર્ણ તક?
કિયોસાકીએ તેમની ૨૦૧૩ની પુસ્તક ‘રિચ ડેડ્સ પ્રોફેસી’નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જે લોકો આ ક્રેશ માટે તૈયાર નથી, તેમના માટે આ સમય એક ‘ભયાનક સ્વપ્ન’ સમાન સાબિત થશે. પરંતુ, તેમણે ઉમેર્યું કે આ આફત રોકાણકારો માટે અમીર બનવાની શ્રેષ્ઠ તક પણ લઈને આવશે. તેમના મતે, માર્કેટ ક્રેશ થાય ત્યારે કિંમતી એસેટ્સ અત્યંત સસ્તા ભાવે મળે છે, જે સંપત્તિ વધારવાની ચાવી છે.
Robert Kiyosaki Warning: કિયોસાકીની રોકાણ ટિપ્સ: “નકલી સંપત્તિથી બચો”
લેખકે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ પેપર એસેટ્સ (કાગળ પરની સંપત્તિ) કે નકલી વસ્તુઓમાં વિશ્વાસ રાખતા નથી. તેમણે પોતાની મનપસંદ ‘સેફ હેવન’ એસેટ્સ વિશે વાત કરી:
- સોનું અને ચાંદી: વાસ્તવિક અને ભૌતિક સંપત્તિ તરીકે.
- બિટકોઇન (Bitcoin): કિયોસાકી બિટકોઇન માટે ખૂબ જ આશાવાદી છે.
- ઇથેરિયમ (Ethereum): ડિજિટલ એસેટ તરીકે તેની ઉપયોગિતા.
Robert Kiyosaki Warning: બિટકોઇન પર કેમ છે આટલો ભરોસો?
કિયોસાકીએ તર્ક આપ્યો કે બિટકોઇનનો સપ્લાય માત્ર 21 મિલિયન સુધી જ મર્યાદિત છે. જ્યારે માર્કેટ તૂટશે અને લોકો ગભરાટ (Panic) માં આવીને બિટકોઇન વેચશે, ત્યારે તેઓ તેને વધુને વધુ ખરીદશે. તેમણે સ્પષ્ટ કર્યું કે જેમ કિંમતો ઘટશે તેમ તેઓ પોતાની ખરીદી વધારીને રોકાણ મજબૂત કરશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




