Bangladesh: બાંગ્લાદેશમાં બળવો, શેખ હસીના રાજીનામું આપી દેશ છોડ્યો, સેનાએ આપ્યો હતો 45 મિનિટનો સમય

    0
    212

    Bangladesh, Sheikh Hasina resigns: બાંગ્લાદેશમાં છેલ્લા મહિનાથી ચાલી રહેલી જીવલેણ હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

    આ સાથે હસીના ઢાકા છોડીને સલામત સ્થળે ચાલ્યા ગયા છે.

    વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છોડ્યું

    શેખ હસીનાએ તેમની બહેન સાથે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘ગણ ભવન’ છોડીને સલામત સ્થળે ગયા છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત નાબૂદીને લઈને હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. પ્રદર્શનકારીઓ સતત વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આખરે હસીનાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

    Bangladesh: ભીડે કર્ફ્યુ તોડ્યો

    હજારો વિરોધીઓએ દેશવ્યાપી કર્ફ્યુનો અવગણના કરી અને ઢાકાની શેરીઓમાં કૂચ કરી અને બાદમાં વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યો.

    Bangladesh: બાંગ્લાદેશમાં બળવો, શેખ હસીના રાજીનામું આપી દેશ છોડ્યો, સેનાએ આપ્યો હતો 45 મિનિટનો સમય
    Bangladesh: બાંગ્લાદેશમાં બળવો, શેખ હસીના રાજીનામું આપી દેશ છોડ્યો, સેનાએ આપ્યો હતો 45 મિનિટનો સમય

    રાજધાની ઢાકામાં, સૈનિકો અને પોલીસે બખ્તરબંધ વાહનો સાથે શેખ હસીનાના કાર્યાલય તરફ જતા રસ્તાઓ કાંટાળા તાર વડે બ્લોક કરી દીધા હતા, પરંતુ ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બેરિકેડ તોડી નાખ્યા હતા.

    બાંગ્લાદેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ

    શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 300 લોકોએ જીવ ગુમાવ્યા છે. હિંસામાં હજારો લોકો ઘાયલ થયા છે. બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

    Bangladesh: બાંગ્લાદેશમાં બળવો, શેખ હસીના રાજીનામું આપી દેશ છોડ્યો, સેનાએ આપ્યો હતો 45 મિનિટનો સમય
    Bangladesh: બાંગ્લાદેશમાં બળવો, શેખ હસીના રાજીનામું આપી દેશ છોડ્યો, સેનાએ આપ્યો હતો 45 મિનિટનો સમય

    Bangladesh માં વચગાળાની સરકાર રચાશે – આર્મી ચીફ

    શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને ઢાકામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું, “વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. દેશ ચલાવવા માટે ટૂંક સમયમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે.”

    દેશમાં કર્ફ્યુ કે કોઈ ઈમરજન્સીની જરૂર નથી

    આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને કહ્યું કે દેશમાં કર્ફ્યુ કે કોઈ ઈમરજન્સીની જરૂર નથી, આજે રાત સુધીમાં સંકટ દૂર થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે સેના સાથેની ચર્ચામાં મુખ્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર હતા. વિદ્યાર્થીઓને શાંત રહેવા અને ઘરે પાછા જવા વિનંતી કરવામાં આવી છે.

    લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

    યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

    ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

    રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો