ટેક કંપનીમાં છટણીનો દોર,હવે એપલ કરશે છટણી

    0
    376

    સમગ્ર વિશ્વમાં મંદીને પગલે ટેક કંપનીઓમાં છટણી કરવામાં આવી રહી છે. દિગ્ગજ કંપનીઓ ગૂગલ, એમેઝોન, ફેસબુક અને ટ્વિટર પણ મોટાપાયે કર્મચારીઓની છટણી કરી ચૂકી છે.ત્યારે હવે એપલ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે.એપલ હવે  રિટેલ ટીમમાંથી કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.સાથે એપલની ડેવલપમેન્ટ અને પ્રોટેક્શન ટીમમાં સ્ટાફમાં છટણી થવાની શક્યતા છે. આર્થિક મંદીએ ટેક કંપનીઓની ચિંતા વધારી છે.જેના કારણે ખર્ચ ઘટાડવા માટે ટેક કંપનીઓ છટણી કરી રહી છે