List of Rich People: ભારતમાં અબજોપતિની સંખ્યા ૩૦૦ પાર, રીચ લિસ્ટમાં બાદશાહ ખાનની એન્ટ્રી

    0
    164
    List of Rich People: ભારતમાં અબજોપતિ સંખ્યા ૩૦૦ પાર, રીચ લિસ્ટમાં બાદશાહ ખાનની એન્ટ્રી
    List of Rich People: ભારતમાં અબજોપતિ સંખ્યા ૩૦૦ પાર, રીચ લિસ્ટમાં બાદશાહ ખાનની એન્ટ્રી

    List of Rich People: હુરુન ઈન્ડિયાએ અમીરોની નવી યાદી જાહેર કરી છે, જે મુજબ ગૌતમ અદાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. રિપોર્ટમાં 300થી વધુ અબજોપતિ ભારતીયોના નામ સામેલ છે. જો કે, નોંધનીય બાબત એ છે કે અબજોપતિઓની યાદીમાં 21 વર્ષના યુવકનું નામ પણ છે અને તે આ યાદીમાં સૌથી યુવા વ્યક્તિ છે. આ યુવકનું નામ કૈવલ્ય વ્હોરા છે. રિપોર્ટ અનુસાર, 21 વર્ષીય કૈવલ્યની કુલ સંપત્તિ અંદાજે 3,600 કરોડ રૂપિયા છે. આ સાથે જ બોલીવૂડના કિંગ ખાને પણ આ લિસ્ટમાં એન્ટ્રી મારી છે.

    આ નવી જાહેર થયેલી યાદીમાં રેઝરપેના સ્થાપક હર્ષિલ માથુર અને શશાંક કુમાર સૌથી યુવા અબજોપતિ તરીકે ઉભરી આવ્યા છે. બંનેની ઉંમર 33-33 વર્ષની છે. ઝેપ્ટોના 21 વર્ષીય કૈવલ્ય વોહરા આ યાદીમાં સૌથી યુવા અબજોપતિ છે.

    List of Rich People: અબજોપતિ ભારતીયોની સંખ્યા ૩૦૦ને પાર

    ઇતિહાસમાં પહેલીવાર અબજોપતિ ભારતીયોની સંખ્યા ૩૦૦નો આંકડો વટાવી ગઇ છે. હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટ ૨૦૨૪ અનુસાર ભારતમાં હવે ૩૩૪ અબજોપતિઓ વસે છે. જે તેર વર્ષ અગાઉ આ યાદીમાં ભારતીયોના પ્રવેશ બાદ છ ગણો વધારો દર્શાવે છે. ગયા વર્ષે ભારતમાં દર પાંચ દિવસે એક નવા અબજોપતિ સર્જાયા હતા. 

    List of Rich People: ભારતમાં અબજોપતિ સંખ્યા ૩૦૦ પાર, રીચ લિસ્ટમાં શાહરુખ ખાનની એન્ટ્રી
    List of Rich People: ભારતમાં અબજોપતિ સંખ્યા ૩૦૦ પાર, રીચ લિસ્ટમાં શાહરુખ ખાનની એન્ટ્રી

    ૧૦૦૦ કરોડ કે તેથી વધારે ની નેટવર્થ ધરાવતાં અબજોપતિ ભારતીયા (List of rich people) નો  આંકડો ૧૫૦૦ને પાર થઇ ગયો છે.  હુરૂનના જણાવ્યા અનુસાર કુલ૧૫૩૯ અતિશ્રીમંત ભારતીયો છે. જે  ગયા વર્ષની સરખામણીમાં ૨૨૦નો વધારો દર્શાવે છે. વળી આ વર્ષે વિક્રમસર્જક ૨૭૨ નવા અબજોપતિઓ ઉમેરાયા છે. પહેલીવાર આ યાદીમાં અબજોપતિ ભારતીયોનો આંક૧૫૦૦ને પાર ગયો છે જે છેલ્લા પાંચ વર્ષમાં ૮૬ ટકાનો વધારો દર્શાવે છે. 

    ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ ૧૫૯ લાખ કરોડ રૂપિયા છે જે સાઉદી અરેબિયા અને સ્વિત્ઝરલેન્ડની સહિયારી જીડીપીથી વધારે અને ભારતની જીડીપી કરતાં અડધાથી વધારે છે. ૧૩૩૪ ભારતીયોની સંપત્તિઓમાં આ વર્ષે વધારો થયો હતો. ૨૭૨ નવા અબજોપતિઓ ૪૨ શહેરો અને ૨૯ ઉદ્યોગોમાંથી આવે છે. 

    હુરુન ઈન્ડિયા રીચ લિસ્ટમાં શાહરુખ ખાનની એન્ટ્રી

    શાહરૂખ ખાને 2024 માં હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં એન્ટ્રી લીધી છે.  58 વર્ષીય શાહરૂખ (shahrukh khan) ની સંપત્તિ ₹7,300 કરોડ હોવાનો અંદાજ છે, આ લિસ્ટમાં જુહી ચાવલા ૪૬૦૦ કરોડની  સંપત્તિ સાથે બીજા ક્રમે છે. આ યાદીમાં હૃતિક રોશન ૨૦૦૦ કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. તેણે હાલમાં જ એક હેલ્થ ફૂડ સપ્લીમેન્ટ કંપની શરુ કરી છે. 

    List of Rich People: ભારતમાં અબજોપતિ સંખ્યા ૩૦૦ પાર, રીચ લિસ્ટમાં શાહરુખ ખાનની એન્ટ્રી
    List of Rich People: ભારતમાં અબજોપતિ સંખ્યા ૩૦૦ પાર, રીચ લિસ્ટમાં શાહરુખ ખાનની એન્ટ્રી

    આ યાદીમાં અમિતાભ બચ્ચન ૧૬૦૦ કરોડની સંપત્તિ સાથે ચોથા અને કરમ જોહર ૧૪૦૦ કરોડની સંપત્તિ સાથે પાંચમાં સ્થાને છે. 

    શાહરૂખ  ફિલ્મો ઉપરાંત કોલકાતા નાઇટ રાઇડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટમાંથી પણ કમાણી કરે છે. આઇપીએલની છેલ્લી સીઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે આઇપીએલનો ખિચાબ જીત્યો હતો. જુહી ચાવલા  શાહરુખની કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમની પાર્ટનર પણ છે.

    List of Rich People: ભારતમાં અબજોપતિ સંખ્યા ૩૦૦ પાર, રીચ લિસ્ટમાં બાદશાહ ખાનની એન્ટ્રી
    List of Rich People: ભારતમાં અબજોપતિ સંખ્યા ૩૦૦ પાર, રીચ લિસ્ટમાં બાદશાહ ખાનની એન્ટ્રી

    સૌથી યુવા અબજોપતિ

    Razorpay ના સ્થાપક હર્ષિલ માથુર અને શશાંક કુમાર, બંને 33 વર્ષના છે, આ યાદીમાં સૌથી યુવા અબજોપતિ (List of rich people) છે. તે જ સમયે, Zepto ના 21 વર્ષીય કૈવલ્ય વોહરા આ સૂચિમાં સૌથી યુવા અબજોપતિ છે, જ્યારે તેમના સહ-સ્થાપક અદિત પાલિચા 22 વર્ષની વયે આ યાદીમાં બીજા સૌથી યુવા અબજોપતિ (youngest billionaires) બની ગયા છે.

    List of Rich People: ભારતમાં અબજોપતિ સંખ્યા ૩૦૦ પાર, રીચ લિસ્ટમાં શાહરુખ ખાનની એન્ટ્રી
    List of Rich People: ભારતમાં અબજોપતિ સંખ્યા ૩૦૦ પાર, રીચ લિસ્ટમાં શાહરુખ ખાનની એન્ટ્રી

    આ વર્ષની યાદીમાં 90ના દાયકામાં જન્મેલા 11 લોકોનો સમાવેશ થાય છે. આ વર્ષે, હુરુન રિચલિસ્ટ લિસ્ટમાં ₹1,000 કરોડ કે તેથી વધુની સંપત્તિ ધરાવતા 1,539 લોકોનો સમાવેશ થાય છે, જેમાં 272 નવા નામનો સમાવેશ થાય છે. 

    શાહરુખ ખાનના સૌથી વધુ ફોલોઅર્સ

    હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ (List of Rich People) માં સામેલ ધનિકોમાં શાહરુખ ખાન સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. એક્સ પ્લેટફોર્મ પર તેના ૪.૪૧ કરોડ ફોલોઅર્સ છે. આ લિસ્ટમાં સામેલ અન્ય અબજોપતિઓ કરતાં તેના ફોલોઅર્સ ક્યાંય વધારે છે. 

    આ લિસ્ટમાં સામેલ હોય અને મહત્તમ ફોલોઅર્સ ધરાવતા હોય તેવા કલાકારોમાં હૃતિક રોશન ૩.૨૩ કરોડ ફોલોઅર્સ સાથે બીજા ક્રમે છે. 

    હૈદરાબાદે બેંગ્લોરને પાછળ છોડયુ

    લિસ્ટમાં હૈદરાબાદે નોંધપાત્ર છલાંગ લગાવી છે, અને પ્રથમ વખત શ્રીમંત રહેવાસીઓની સંખ્યાના સંદર્ભમાં બેંગલુરુને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચ્યું છે. અહેવાલ મુજબ હૈદરાબાદમાં 17 નવા અબજોપતિઓના વધારા સાથે કુલ અબજોપતિઓની સંખ્યા વધીને 104 થઈ ગઈ છે, જ્યારે બેંગલુરુ 100 સૌથી ધનિક લોકો સાથે ચોથા સ્થાને છે. ટોચના 10માં સામેલ ભારતના અન્ય શહેરોમાં ચેન્નાઈ (82), કોલકાતા (69), અમદાવાદ (67), પુણે (53), સુરત (28) અને ગુરુગ્રામ (23)નો સમાવેશ થાય છે.

    મુંબઈ: અબજોપતિઓની સંખ્યા વિશ્વનું સૌથી ઝડપી વિકાસ ધરાવતું મહાનગર

    આ યાદી અનુસાર મુંબઈ અબજોપતિઓની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી ઝડપી વિકાસ ધરાવતું મહાનગર બન્યું છે. તેમાં આ વર્ષે ૨૬ અબજોપતિ ઉમેરાયા છે. તે વિશ્વનું ત્રીજા નંબરનું અને એશિયાનું સૌથી પ્રથમ નંબરનું સૌથી વધુ અબજોપતિ ધરાવતું શહેર બન્યું છે. 

    દિલ્હી પહેલીવાર ટોપટેનમાં સામેલ  

    અબજોપતિની સંખ્યાની રીતે મુંબઈનો વિશ્વમાં હવે ત્રીજો નંબર છે. પહેલો નંબર ન્યૂયોર્કનો છે જ્યાં ૧૧૯ અબજોપતિ રહે છે જ્યારે બીજો નંબર લંડનનો છે જ્યાં ૯૭ અબજોપતિ રહે છે. 

    હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટમાં કુલ 334 અબજોપતિ  

    આ વર્ષના માર્ચમાં હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૪માં નોંધવામાં આવ્યું હતું કે મુંબઈ એશિયાનું અબજોપતિઓનું એપીસેન્ટર બન્યું છે. યાદી અનુસાર મુંબઈમાં ૯૨ અબજોપતિઓ વસવાટ કરી રહ્યા છે. જ્યારે બેઇજિંગમાં આ સંખ્યા ૯૧ની છે. મુંબઈમાં ૪૪૫ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા હોય તેવા અલ્ટ્રા રિચ અબજોપતિઓની સંખ્યામાં ૨૬નો  ઉમેરો થયો હતો જ્યારે ચીનમાં આવા અબજોપતિઓની સંખ્યામાં ૧૮નો ઘટાડો થયો હતો. 

    લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

    યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

    ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

    રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો