અમદાવાદમાં જોય રાઇડનો પુનઃ પ્રારંભ,મ્યુનિસિપલ શિક્ષણ બોર્ડના પાંચ તેજસ્વી બાળકોએ માણી પહેલી જૉય રાઇડની મજા

0
173
જોય રાઇડ
જોય રાઇડ
WhatsApp Image 2023 08 12 at 20.27.00

અમદાવાદમાં જોય રાઇડનો પુનઃ પ્રારંભ,મ્યુનિસિપલ શિક્ષણ બોર્ડના પાંચ તેજસ્વી બાળકોએ પહેલી જૉય રાઇડની મજા માણી હતી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આઇકોનિક અટલ ઓવરબ્રિજ, રિવર ક્રુઝ પછી વધુ એક નજરાણું એવી જોય રાઇડનો પુનઃ પ્રારંભ થયો છે. અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યૂટી મેયર ગીતાબહેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષભાઈ બારોટ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જોય રાઇડના હેલિકોપ્ટરે પોતાની પહેલી ઉડાન ભરી હતી. જૉય રાઇડ ની પહેલી ઉડાનની વિશેષતા એ રહી કે તેમાં કોઈ મહાનુભાવો નહિ, પરંતુ પાંચ તેજસ્વી બાળકોએ જૉય રાઇડનો આનંદ માણ્યો હતો.

WhatsApp Image 2023 08 12 at 20.26.56

આ પ્રોજેકટની શુભ શરૂઆત અન્વયે માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, રાજય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી જગદીશ પંચાલ અને કેબિનેટ મિનિસ્ટરશ્રી બળવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ રાજયમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૪૯ શાળાઓમાંથી તેજસ્વી અને મેઘાવી પાંચ બાળકોની પસંદગી કરી તેમને અમદાવાદ શહેરનો અદભુત નજારો હેલિકોપ્ટર જોયરાઇડ દ્વારા આજે કરાવવામાં આવ્યો. અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે. શહેરમાં અનેક સીમા ચિન્હરૂપ સ્થાપત્ય આવેલા છે. જેને હેલિકોપ્ટરથી નિહાળવા એ એક રોમાંચક અનુભવ છે. રાજયમાં હેલિકોપ્ટર સેવા અને પ્રવાસનને વેગ આપવા રાજય સરકારના પ્રોત્સાહન અને સહયોગથી વર્ષ ૨૦૨૨ માં અમદાવાદ શહેરમાં એરોટ્રાન્સ કંપની દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોયરાઇડની સેવા શરૂ કરવાની નવતર પહેલ કરવામાં આવેલી. માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશના સામાન્ય નાગરિકને ઉડાનની સેવાનો લાભ મળે તે માટેના સ્વપ્નને સાકાર કરવા અને આ અનુસંધાનમાં નાગરિકોને હેલિકોપ્ટરથી ઉડ્ડયનની તક પૂરી પાડવા હેલિકોપ્ટર જોયરાઇડ સેવાના પુન: પ્રારંભ કરવા માટે મ્યુનિ. શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને આ જોયરાઇડની તક આપી આ દિશામાં પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો.

WhatsApp Image 2023 08 12 at 20.26.59

આ હેલિકોપ્ટર સેવાના પુનઃ પ્રારંભ પ્રસંગે અમદાવાદ શહેરના મેયરશ્રી કિરીટ પરમાર , એલિસબ્રીજ વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિત શાહ, ડે.મેયરશ્રી ગીતાબેન પટેલ, સ્ટે.કમિટી ચેરમેનશ્રી હિતેશ બારોટ, દંડકશ્રી અરુણસિંહ રાજપૂત, સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ. સુજય મહેતા, વાઇસ ચેરમેનશ્રી વિપુલ સેવક, શાસનાધિકારીશ્રી ડૉ.એલ.ડી.દેસાઇ સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓ, એલિસબ્રીજ વિસ્તારના કાઉન્સીલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર અને કુમકુમ તિલકથી હેલિકોપ્ટરની પ્રથમ જોયરાઇડનો પુન: પ્રારંભ મ્યુનિ. સ્કૂલ બોર્ડના બાળકો દ્વારા કરવામાં આવ્યો. ઉપસ્થિત આ બાળકોના વાલીઓએ રાજય સરકાર દ્વારા જિંદગીમાં પ્રથમ વખત બાળકોને હેલિકોપ્ટરની સવારી કરાવવા માટે પ્રસન્નતા સાથે ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો. ઉપસ્થિત મહાનુભાવોએ પણ હેલિકોપ્ટર જોયરાઇડ દ્વારા અમદાવાદ શહેરનો નજારો માણ્યો. ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદના સુજ્ઞ નગરજનો પૈકી ઘણા લોકો આ રોમાંચ અનુભવવા માટે આવ્યા હતા