ખેલ મહાકુંભ 2.0ની રજીસ્ટ્રેશન અને કર્ટેન રેઝર ઇવેન્ટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ
રમત ગમત મંત્રી હર્ષ સંઘવી સહિત અધિકારીઓ હાજર રહ્યાં
39 રમતો ખેલ મહાકુંભમાં યોજાશે
૫૫ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
ખેલ મહાકુંભ 2.0 ની રજીસ્ટ્રેશન અને કર્ટન રેઝર ઇવેન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. રમત ગમત મંત્રી હર્ષ સંઘવી સહિત , મેયર પ્રતિભા બેન જૈન સહિત અધિકારીઓ હાજર હતા..૯ વર્ષથી નીચેના બાળકો અને 60 વર્ષથી મોટા રમતવીરો ભાગ લેશે. 39 રમતો ખેલ મહાકુંભમાં યોજાશે.જેમાં બીચ હેન્ડ બોલ ,બીચ વોલીબોલ ,વુડ વોલ, નવી રમતો ઉમેરાઈ છેયુવાન ખેલાડીઓ માટે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ બે રમત સુધી ખેલાડી રમી શકશે..૪૯૦૦ બાળકો પ્રતિ ખેલાડી ૧ લાખ ૬૩ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે..આ ઈવેન્ટ માટે ૫૫ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું..અને હજુ આ સંખ્યા વઘશે..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટ નો પ્રારંભ કરાવ્યો
રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ
મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભ 2.0 ની રજીસ્ટ્રેશન પોર્ટલનું કર્યું લોન્ચિંગ
અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટ નો પ્રારંભ કરાવ્યો હતો. રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભ 2.0 ની રજીસ્ટ્રેશન લિંક તથા ટોલ ફ્રી નંબરને ખુલ્લો મૂક્યો હતો.ખેલમહાકુંભ 2.0માં ભાગ લેવા ઇચ્છુક યુવાનો https://khelmahakumbh.Gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા વધુ વિગતો મેળવી શકશે. આ ઉપરાંત 1800 274 6151 ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જે ‘ખેલે તે ખીલે’ ના ઉમદા વિચાર સાથે આરંભાયેલ ખેલમહાકુંભનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ખેલકૂદ ક્ષેત્રે રાજ્યનું નામ નહોતું પરંતુ ખેલમહાકુંભના સફળ આયોજનોથી હવે રાજ્યના યુવાનો દેશ-વિદેશમાં ઝળક્યા છે.ગુજરાત આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વારાણસી ખાતે આશરે 30,000 જેટલા લોકો મેચ નિહાળી શકે તેવા સ્ટેડિયમનું ખાતમુર્હુત કર્યું છે.રાજ્ય સરકારે 36મી નેશનલ ગેમ્સનું આયોજન 3 મહિનાના ખૂબ જ ટૂંકા સમયગાળામાં કર્યું તે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે તેવું એમણે ઉમેર્યું હતું.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ