દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી મળશેઃ રાહુલ ગાંધી

    0
    162

    કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે.તમામ રાજ્કીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં સભા સંબોધિત કરી હતી.તેમણે કહ્યું કે આજે હું કર્ણાટકની જનતા સાથે સીધી વાત કરવા માગુ છું. સવાલ એ છે કે અહીં થોડા દિવસોમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે અમારી સરકાર કર્ણાટકના યુવાનો, મહિલાઓ અને ગરીબો માટે શું કરશે.તેમણે આનો જવાબ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનશે તો દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી મળશે. ગરીબ પરિવારને 2000 રૂપિયા દર મહિને, મહિલાઓને અને સૌથી જરૂરી યુવા નિધિ 3000 રૂપિયા કર્ણાટકના દરેક ગ્રેજ્યુએટને 2 વર્ષ સુધી આપવામાં આવશે. 1500 રૂપિયા દરેક ડિપ્લોમા હોલ્ડરને અમારી સરકાર આપશે. કેબિનેટની પહેલી બેઠકમાં આ વચનો પૂરા કરવા જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકની જનતા અને દેશની જનતાને સીધો સંદેશ આપવો જોઈએ