વાંચો ક્યાં નીકળી ઢિંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા

0
68
વાંચો ક્યાં નીકળી ઢિંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા
વાંચો ક્યાં નીકળી ઢિંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા

કહેવાય છેકે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર ? અને તે પ્રમાણે ભારતીય સંસ્કૃતિમાં અનેક પરંપરાઓ લોકોના મુખે છે તેજ પ્રમાણે ગુજરાતના નવસારી શહેરમાં 100 વર્ષ જૂની પરંપરા મુજબ ઢીંગલા બાપની શોભાયાત્રા નીકળવામાં આવી. નવસારી શહેરમાં અષાઢી અમાસના દિવસે હુંદુ હળપતિ રાઠોડ દ્વારા ભક્તિભાવ પૂર્વક ઢીંગલા બાપની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. ઢીંગલા બાપનો ઉત્સવ આદિવાસી સમાજ માટે આસ્થાનો અને ભક્તિનો ઉત્સવ છે. ઢીંગલા બાપના દર્શન માટે દક્ષીણ ગુજરાતના આદિવાસી સમાજના લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

નવસારી શહેરમાં હળપતિ રાઠોડ સમાજ દ્વારા લોક વાયકા મુજબ 100 વર્ષ પહેલા નવસારી જીલ્લામાં ભયાનક રોગચાળો ફરી નીકળ્યો હતો. જેના કારણે મૂંગા પશુઓ અને માણસો ટપોટપ મૃત્યુ નજીક પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં જાનહાની થઇ હતી. ત્યારે ઢીંગલા બાપાની યાત્રા નીકળવામાં આવી હતી. આશરે 100 વર્ષ પહેલા શરુ થયેલી પરંપરા આજે પણ નવસારી શહેરમાં ભક્તિભાવ પૂર્વક નીકળવામાં આવે છે.

 ઢીંગલા બાપાની યાત્રા નીકળવામાં આવી હતી. આશરે 100 વર્ષ પહેલા શરુ થયેલી પરંપરા આજે પણ નવસારી શહેરમાં ભક્તિભાવ પૂર્વક નીકળવામાં આવે છે.

ઢીંગલા બાપની યાત્રાનું મહત્વ અને તેના વિષે જાણીએતો એક પુતળું બનાવવામાં આવે છે અને જ્યાં સુધી તેનું વિસર્જન ન થાય ત્યાં સુધી તેને સિગરેટ પીવડાવવામાં આવે છે અને અનોખી રીતે વ્યાસન મુક્તિનો સંદેશો આપવામાં આવે છે. ઢીંગલા બાપાના પુતળા સમક્ષ ધૂમ્રપાનના વ્યસનીઓ સંકલ્પ કરે છે અને વ્યાસન મુક્ત બનતા હોય છે. આ પુતળાને વરરાજાની જેમજ શણગાર કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે.

શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકોની જનમેદની ઉમટી પડે છે

આ લોકવાયકા મુજબ આજે પણ વષોથી ચાલી રહેલી પ્રથા પ્રમાણે રાઠોડ હળપતિ સમાજ ઢીંગલા બાપાને વરરાજાના જેમ શણગાર કરી મોઢામાં સિગરેટ મુકી ફૂલ-હાર અને કલગી અર્પણ કરી શ્રધ્ધા અને ભક્તિ પૂર્વક માંનતાઓ લઇ પૂજા-અર્ચના કરી બેન્ડવાજા સાથે નાચતા ગાતા ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઠવામાં આવે છે અને આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકોની જનમેદની ઉમટી પડે છે. આ ઢીંગલા બાપાને નદીમાં વિસર્જન કરવામાં આવે છે.
દક્ષુણ ગુજરાતનાં આદિવાસી રાઠોડ હળપતિ સમાજને ઢીંગલા બાપા પર શ્રદ્ધા અને આસ્થા છે. સમગ્ર વર્ષ ઢીંગલા બાપાની આરાધના કરી મનની ઈચ્છાઓ પુરી કરવા આદિવાસી સમાજ સહિત અન્ય સમાજ પણ અષાઢી અમાસે ઢીંગલા બાપાના દ્વારે ભક્ત જનો દુરથી આવીને દર્શન કરે છે અને ધન્યતાનો અનુભવ કરે છે .વર્ષ દરમ્યાન કોઈ રોગ નથાય અને તંદુરસ્ત રહેવાય તેવી પ્રાથના પણ કરે છે.ત્યારે બદલાતા જમાનાનીઆધુનિકતા અને નાસ્તિકતા તરફ પ્રયાણ કરી રહેલા મનુષ્યના દિલમા આજે પણ શ્રધ્ધા અને ભક્તિ કાયમ છે.