RCBvsCSK : ક્રિકેટ ગ્લેમર આઈપીએલ આજથી શરૂ થવા જઈ રહી છે. ચેન્નાઈમાં મેદાન આજની રાત શાનદાર રીતે સજાવવામાં આવી છે, મેદાન હાઉસ ભરેલું જોવા મળશે તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ આજે 17મી સિઝનની શરૂઆતની મેચમાં ટકરાશે. મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી વચ્ચેની આ લડાઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આ જંગ છે. એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે મેચ શરૂ થશે. એવું નથી કે આ બંને ખેલાડીઓ કે ટીમો પહેલીવાર IPL મેચમાં ટકરાતા હોય, પરંતુ આ વખતે ધોની અને વિરાટ બંને કેપ્ટન નથી. આ સાથે આ લડાઈ 10 vs 20 ની પણ છે.
RCBvsCSK : 10vs20 શું છે?
RCBvsCSK : ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ જીતવામાં RCB પર ડબલ માર્જિનથી પ્રભુત્વ ધરાવે છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે કુલ 31 મેચ રમાઈ છે, જેમાં ધોનીની ચેન્નાઈએ 20 અને લાલ જર્સીવાળી RCB માત્ર 10 મેચ જીતી શકી છે. આ સાથે છેલ્લી પાંચમાંથી ચાર મેચ પણ CSKના નામે રહી છે. એક મેચનું પરિણામ આવ્યું નથી. CSKએ RCB સામે તેના IPL ઇતિહાસમાં મોટાભાગની મેચો જીતી છે. આરસીબી સામે તેની જીતની ટકાવારી 67.74 છે.
RCBvsCSK : એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSK વધુ મજબુત
RCBvsCSK : એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ અને બેંગલુરુ આઠ વખત ટકરાયા છે, જેમાંથી ચેન્નાઈએ સાત વખત જીત મેળવી છે જ્યારે બેંગલુરુએ માત્ર એક જ મેચ જીતી છે. આ સાથે વિરાટ કોહલી આજની મેચમાં 15 રન બનાવતાની સાથે જ CSK સામે 1000 રન પૂરા કરી લેશે. દિલ્હી કેપિટલ્સ પછી, ચેન્નાઈ બીજી ટીમ હશે જેની સામે વિરાટ 1 હજાર રન બનાવશે.
RCBvsCSK : શું કહે છે પીચ ?
RCBvsCSK : એમ. ચિદમ્બરમની પીચ થોડી ધીમી છે જેના પર બેટિંગ કરવી સરળ નથી. સ્પિનરોને અહીંની પિચ ગમે છે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. આકાશ સ્વચ્છ રહેશે. દિવસનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. સૂર્યાસ્ત પછી હવામાન મેચ માટે યોગ્ય રહેશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો