
Rape In Vadodara: સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનું પવિત્ર પર્વ ચાલી રહ્યું છે, શક્તિની આરાધનાના પર્વ દરમિયાન જ વડોદરામાં મોડી રાત્રે સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. વડોદરાના ભાયલીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની થયું હોવાની પોલીસ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસને ઘટનાસ્થળ પરથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે.
Rape In Vadodara: સમગ્ર બનાવની વિગતો
આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, ‘ગઇકાલ મોડી રાતના આ દુષ્કર્મની ઘટના બની હતી અને પીડીતાના પિતાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ગઇકાલે મોડી રાતના પીડિતા તેના બાળપણના મિત્રને મળી હતી અને ત્યાંથી ભેગા થઈને બન્ને ભાયલી વિસ્તારમાં વાત કરવા માટે ગયા હતા. તે સમયે બે બાઈક પર સવાર થઈને આવેલા પાંચ લોકોએ બંને સાથે અભદ્ર રીતે વાત કરી હતી અને બાદમાં એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખીને બે લોકોએ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું.

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર, શહેરના ગોરવા વિસ્તારમાં અંદાજીત 16 વર્ષીય સગીરા ગરબા રમાવા ઘરેથી નિકળી હતી. શહેરના છેવાડા આવેલ ભાયલી બિલ રોડ તરફ તેના મિત્ર સાથે રાતના 12 વાગ્યાની આસપાસ જઈ રહ્યા હતા.
સગીરા તેના મિત્ર સાથે એક અવવારૂ જગ્યાએ બેઠા હતા, તેવામાં પાંચ જેટલા શખ્સો ત્યાં આવી પહોંચ્યાં અને સગીરાના મિત્રને માર મારી બેસાડી દઇ પાંચ પૈકીના ત્રણ નરાધમોએ સગીર બાળકીને પીંખી નાખી હતી. ઘરે પહોંચેલી સગીરાને અસહ્ય દુખાવો ઉપડતા સમગ્ર ઘટનાની જાણ માતાને કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જાણવ્યું હતું કે, પીડિતા પોતાના મિત્રને રાત્રીના 11.30 વાગે મળી હતી અને રાત્રે 12 વાગે સગીરા તેના મિત્ર સાથે એક અવવારૂ જગ્યાએ બેઠી હતી તે દરમિયાન બે બાઈક પર સવાર 5 લોકોએ આવ્યા હતા. પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી જેમાં 5 માથી 2 વ્યક્તિ નીકળી ગયા અને 2 યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જયારે એક યુવકે પીડીતાના મિત્રને પકડી રાખ્યો હતો.
બાદમાં પીડિતા અને તેના મિત્રએ સાથે રહીને પોલીસને આ અંગે જાણ કરી હતી, ત્યારબાદ પોલીસે પણ આ વિસ્તારને કોર્ડન કરીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને પુરાવા મળી આવ્યા હતા. જો કે ખૂબ જ અવાવરુ વિસ્તાર હોય આરોપીઓન ચહેરાઓની ઓળખ થઈ શકી નથી. પરંતુ પીડિતા અને તેના મિત્રએ આરોપીઓના શારીરિક બાંધા, ભાષા, બોલી વગેરેની માહિતી પોલીસને આપી છે.
વડોદરા ભાયલી વિસ્તારની ઘટનાના પગલે શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓએ સાથેનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરી. પોલીસ તેમજ FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઘટના સ્થળેથી ઝાંઝર અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યાં હતા.
રહેણાક વિસ્તારોથી દૂર ઘટના સ્થળ
વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવી બનેલી TP ઉપર ગત મોડીરાત્રે મિત્ર સાથે બેઠેલી સગીરા ઉપર અજાણ્યા ત્રણ યુવાને દુષ્કર્મ (Rape In Vadodara) આચર્યું હતું. ઘટના સ્થળનો રોડ ડેવલપ થઈ રહ્યો છે, નવી ટીપી બની હોવાથી ઘણા ઓછા રહેણાક બનેલાં છે. ઘટના સ્થળેથી આ બિલ્ડિંગો પણ 500થી 700 મીટર દૂર આવેલાં છે.

પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ‘પીડિતા તેના મિત્ર સાથે મોડી રાત્રે ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી નજીક વાત કરી રહી હતી. આ દરમિયાન બે બાઈક પર પાંચ લોકો આવ્યા હતા. જેમાં એક બાઈક પર બે જણા અને બીજી બાઈક પર ત્રણ શખસ હતા. આ પાંચેય શખસોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી. જેનો પ્રતિકાર પીડિતા અને તેનો મિત્ર કરતો હતો. આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા હતા. બાકીના ત્રણમાંથી એક શખસે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બે શખસે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું.’
જો કે, જિલ્લા પોલીસ વડાએ દાવો કર્યો છે, પીડિતા તેના મિત્રને મળવા માટે ગઈ હતી. ગરબા રમવા માટે ગઈ નહોતી. સાથે જ તે સાદા ડ્રેસમાં જ ગઈ હતી નવરાત્રિના પહેરવેશમાં પણ નહોતી.
5 યુવાનોએ દારૂની મહેફીલ માણ્યા બાદ આચર્યું દુષ્કર્મ
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાયલી-બીલ રોડ ઉપર જ્યાં દુષ્કર્મની બની હતી. તે ઘટના નજીકમાં રોડના ડિવાઇડર ઉપર અગાઉથી 5 યુવાનો દારૂની મહેફિલ માણતા હતા. આ 5 યુવાનોએ ડિવાઇડર ઉપર બેસી વાતો કરી રહેલી સગીરા અને તેના મિત્રને ત્યાથી પસાર થતાં જોયા હતાં.
આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા. બાકીના ત્રણમાંથી એક શખસે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો અને બે શખસે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પીડિતાએ પોતાની જાતને સંભાળીને મિત્ર સાથે જાણ કરતાં પોલીસે પહોંચી ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું. સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળ્યા હતા.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો