Ramayana Movie: રણબીર કપૂરની ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થાય તે પહેલા ફોટોઝ થયા લીક#RanbirKapoor #Ramayan #RamayanFirstLook

0
1

Ramayana Movie:’રામાયણ’નો પહેલી ઝલક રજૂ થતાં પહેલા સોશિયલ મીડિયામાં ધમાલ

રણબીર કપૂર (Ranbir Kapoor) સ્ટારર ‘રામાયણ’નો ફર્સ્ટ લૂક આજે રિલીઝ થવાનો છે. દિગ્દર્શક નિતેશ તિવારી (Nitesh Tiwari) ના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. તેની જાહેરાત થઈ ત્યારથી ચાહકો આતૂરતાપૂર્વક તેની રાહ જોઈ રહ્યા છે. જોકે ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ થાય તે અગાઉ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે. જેમાં રણબીર કપૂર પ્રભુ શ્રી રામના ગેટઅપમાં હોવાનું દર્શકો માની રહ્યા છે.

Ramayana Movie

Ramayana Movie: લીક થયેલ ફોટો કોનો છે ?

X (અગાઉ ટ્વિટર) પર વાયરલ થઈ રહેલા આ ફોટામાં ભગવાન રામ જોઈ શકાય છે. તેમના એક હાથમાં ધનુષ્ય છે. ભગવાન રામના બીજા ખભા પર તીરોથી ભરેલો તરકશ અને માથા પર મુગટ છે. ફોટો જોઈને ફેન્સ અને ક્રિટિક્સ રણબીર કપૂર ભગવાન રામના રૂપમાં હોવાનું અનુમાન કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આ ફોટો શેર કર્યો છે. આ ફોટો જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. આ તસવીર ‘રામાયણ’માં રણબીર કપૂરના ફર્સ્ટ લૂક રિલીઝ થાય તે અગાઉની માનવામાં આવી રહી છે. રણબીર ઉપરાંત રોકિંગ સ્ટાર યશ (Yash) નો રાવણનો લૂક પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

Ramayana Movie

Ramayana Movie: પ્રભાસ સ્ટારર ‘આદિપુરુષ’ની પણ થઈ મજાક

એક્સ પર ‘રામાયણ’ વિશે જબરદસ્ત ચર્ચાઓ છેડાઈ ગઈ છે. યુઝર્સ ફિલ્મના ફર્સ્ટ લૂકના સંદર્ભે ઘણી બધી પોસ્ટ શેર કરી રહ્યા છે. ઘણા યુઝર્સ ડિરેક્ટર ઓમ રાઉત અને પ્રભાસ સ્ટારર ‘આદિપુરુષ’ (Adipurush) ની પણ મજાક ઉડાવી રહ્યા છે. જ્યારે દર્શકો નિર્માતા નમિત મલ્હોત્રાની નિતેશ તિવારી દિગ્દર્શિત ‘રામાયણ’ વિશે વધુ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને યશ ઉપરાંત, આ ફિલ્મમાં દક્ષિણ અભિનેત્રી સાઈ પલ્લવી મા સીતાની ભૂમિકા ભજવી રહી છે. અભિનેતા રવિ દુબે તેમાં લક્ષ્મણની ભૂમિકા ભજવી રહ્યા છે. સની દેઓલ (Sunny Deol) હનુમાનની ભૂમિકા ભજવી રહ્યા છે. અરુણ ગોવિલ, જેમને ઓજી ભગવાન રામ માનવામાં આવે છે, તે ‘રામાયણ’માં દશરથની ભૂમિકા ભજવતા જોવા મળશે. ઈન્દિરા કૃષ્ણન માતા કૌશલ્યાની ભૂમિકા ભજવતા જોવા મળશે, લારા દત્તા કૈકેયીની ભૂમિકા ભજવતા જોવા મળશે અને રકુલ પ્રીત સિંહ શુપર્ણખાની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027 પર આવશે.

Ramayana Movie
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Ramayana Movie: રણબીર કપૂરની ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થાય તે પહેલા ફોટોઝ થયા લીક#RanbirKapoor #Ramayan #RamayanFirstLook