Ram Mandir Ayodhya :અયોધ્યા રામ મંદિરને 30 કરોડની સોના-હીરા જડિત રામલલાની પ્રતિમા ભેટ, કર્ણાટકના ગુપ્ત ભક્તે કરી અર્પણ

0
122
Ram Mandir
Ram Mandir

Ram Mandir Ayodhya :અયોધ્યામાં આવેલા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની બીજી વર્ષગાંઠ પૂર્વે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો દાખલો સામે આવ્યો છે. એક ગુપ્ત ભક્ત દ્વારા રામ મંદિરને અત્યંત કિંમતી અને ભવ્ય રામલલાની પ્રતિમા ભેટમાં અર્પણ કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત 25થી 30 કરોડ રૂપિયા હોવાનું મનાય છે.

સોનાની જેમ ચમકતી આ પ્રતિમામાં હીરા, પન્ના સહિત અનેક કિંમતી રત્નો જડવામાં આવ્યા છે. પ્રતિમા આશરે 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેની ભવ્યતા અને શિલ્પકલા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Ram Mandir Ayodhya

Ram Mandir Ayodhya :કર્ણાટકથી અયોધ્યા સુધી 1750 કિમીની યાત્રા

આ પ્રતિમા કર્ણાટકના શ્રદ્ધાળુ ભક્તો દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાવવામાં આવી હોવાનું મનાય છે. તેને અયોધ્યા પહોંચાડવા માટે 1750 કિમીનું અંતર કાપવામાં આવ્યું હતું. ખાસ રીતે તૈયાર કરેલી સ્પેશિયલ વેનમાં 5થી 6 દિવસની મુસાફરી બાદ પ્રતિમા રામ મંદિર પરિસરમાં પહોંચી છે.

દક્ષિણ ભારતની પરંપરાગત શિલ્પકળાનો ઉત્તમ નમૂનો ગણાતી આ પ્રતિમાના નિર્માણમાં તંજાવુરના કુશળ શિલ્પકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

Ram Mandir Ayodhya :અંગદ ટીલા ખાતે સ્થાપનની શક્યતા

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું કે પ્રતિમા કોણે ભેટમાં આપી છે તેની વિગતો હાલ ગુપ્ત રાખવામાં આવી છે. પ્રતિમાનું વજન અંદાજે 5 ક્વિન્ટલ હોવાનું અનુમાન છે. આ પ્રતિમાને સંત તુલસીદાસ મંદિર પાસે આવેલા અંગદ ટીલા ખાતે સ્થાપિત કરવાની વિચારણા ચાલી રહી છે.

સ્થાપન પહેલા પ્રતિમાનું વિધિવત અનાવરણ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે, જેમાં દેશભરના સંતો અને મહંતોને આમંત્રિત કરવામાં આવશે.

Ram Mandir Ayodhya :રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠની ઉજવણી 27 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. મુખ્ય ધાર્મિક વિધિઓ 31 ડિસેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધી ચાલશે.

આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે જેથી દેશ-વિદેશના ભક્તો ઘરે બેઠા દર્શન કરી શકે. કાર્યક્રમ માટે હંગામી યજ્ઞશાળા અને પંડાલોના નિર્માણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાંચ દિવસીય અનુષ્ઠાન માટે વૈદિક વિદ્વાનો અને આચાર્યોની ટીમ પણ નિમવામાં આવી રહી છે.

આ ભેટને ભક્તિ, આસ્થા અને ભારતીય સંસ્કૃતિના વૈભવના પ્રતીક રૂપે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો :Gondal news :ગોંડલના જયરાજસિંહ જાડેજા અને જૂનાગઢના દલિત નેતા રાજુ સોલંકી વચ્ચેનો વિવાદ સમાપ્ત