રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં કુસ્તીબાજોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ પણ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતી ચૂકેલા કુસ્તીબાજો પોતાના મેડલ ગંગા નદીમાં પધરાવવા હરિદ્વાર પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે તેમને આમ કરતા રોક્યા. જો કે આ પછી કુસ્તીબાજોએ સરકારને પાંચ દિવસનો સમય આપ્યો છે.ઓલિમ્પિક મેડલિસ્ટ સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને એશિયન ગેમ્સ મેડલ વિજેતા વિનેશ ફોગાટ બ્રિજ ભૂષણ સિંહનો વિરોધ કરવા હર કી પૌડી પહોંચ્યા હતી. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા સિબ્બલે ટ્વીટ કર્યું છે. સિબ્બલે એક ટ્વીટમાં કહ્યું- ” POCSO અને 164 નિવેદનો પછી તાત્કાલિક ધરપકડ બ્રિજભૂષણ સિંહ સિવાય તમામ આરોપીઓને લાગુ પડે છે. કારણ કે તેઓ ભાજપમાંથી છે. પ્રતિષ્ઠિત મહિલા કુસ્તીબાજોથી કોઈ ફરક નથી પડતો માત્ર સરકારને મતલબ માત્ર મતોથી છે