Rajkumar Jat Death Mystery:SIT હાઈકોર્ટમાં રિપોર્ટ કરશે રજૂ, ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ FSLમાં શરૂ

0
125
Rajkumar Jat Death Mystery
Rajkumar Jat Death Mystery

Rajkumar Jat Death Mystery: રાજ્યમાં ચકચાર મચાવનારા રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં મોટો વળાંક આવ્યો છે. ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવા માટેની પ્રક્રિયા ગાંધીનગરની FSLમાં સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે. આવનારી 11 ડિસેમ્બરે તેમનો મુખ્ય નાર્કો ટેસ્ટ કરવામાં આવશે એવી શક્યતા છે.

Rajkumar Jat Death Mystery:

Rajkumar Jat Death Mystery:  પરિવારજનનો ગંભીર આક્ષેપ: અકસ્માત નહીં, હત્યા!

મૃતક રાજકુમાર જાટના પરિવારજનો શરૂઆતથી આ બનાવને અકસ્માત નહીં પરંતુ હત્યા ગણાવી રહ્યા છે. તેમણે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કરીને ન્યાયની માંગણી કરી હતી. પરિણામે, કેસમાં નાર્કો ટેસ્ટની અરજી રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

Rajkumar Jat Death Mystery: ગણેશ જાડેજાની સહમતિ – બસ ચાલકનો ઇન્કાર

કોર્ટમાં ગણેશ જાડેજાએ નાર્કો ટેસ્ટ માટે સ્વૈચ્છિક સહમતિ આપી હતી, જેને આધારે અદાલતે ટેસ્ટ મંજૂર કર્યો.
પરંતુ, ઘટનામાં સંડોવાયેલો માનવામાં આવતો બસ ચાલક રમેશ મેર તેની ઉંમર તથા સ્વાસ્થ્યને કારણે નાર્કો ટેસ્ટ માટે યોગ્ય નથી—એવું માનીને કોર્ટએ તેની અરજી નામેલી

Rajkumar Jat Death Mystery:

Rajkumar Jat Death Mystery:  FSLમાં મેડિકલ પ્રક્રિયા શરૂ

હુકમ બાદ FSLમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રાથમિક મેડિકલ તપાસ, પ્રિ-પ્રોસેસિંગ અને જરૂરી કાઉન્સેલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા એક–બે દિવસ સુધી ચાલશે, ત્યારબાદ 11 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ હાથ ધરાશે.

 SITનો રિપોર્ટ 10 ડિસેમ્બરે હાઈકોર્ટમાં

કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) 10 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તપાસનો પ્રગતિ અહેવાલ રજૂ કરવા જઈ રહી છે.
રાજ્યના કાયદાકીય અને રાજકીય વર્તુળોમાં આ રિપોર્ટને લઈને ભારે ઉત્સુકતા છે.
આ અહેવાલમાં SIT શું નવા પુરાવા અથવા દિશા દર્શાવે છે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Bollywood news :“થ્રી ઈડિયટ્સ 2 બનવાનું ફાઇનલ: 15 વર્ષ પછી મૂળ ટીમનું કમબેક”