Rajkot news : રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આવતીકાલે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યાં છે, જેને પગલે તડામાર તૈયારી કરી દેવામાં આવી છે. આવતીકાલે વિજય મુહૂર્તમાં ધાનાણી પોતાનું નામાંકન રજૂ કરે, તે પહેલા બહુમાળી ચોક ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર ઉપરાંત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

Rajkot news : ભાજપ ઉમેદવાર રુપાલાએ રાજા-રજવાડાઓ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ બેઠક પર રુપાલા સામે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
Rajkot news : આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી 12:39ના વિજય મુહુર્તમાં કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરશે. જેની પહેલા બહુમાળી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શનની તડામાર તૈયારી કરવામાં આવી છે.

Rajkot news : ક્ષત્રિયો મોટી સંખ્યામાં રહેશે હાજર

જેમાં ભાજપ ઉમેદવાર રુપાલાને હરાવવા માટે મેદાનમાં ઉતરેલ ક્ષત્રિય સમાજના યુવાનો કેસરી સાફા તેમજ મહિલાઓ કેસરી સાડીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસની જાહેરસભામાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને પોતાનું સમર્થન આપશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો