RAJKOT NEWS : લ્યો હવે તો શરમ કરો સરકાર !! રાજકોટમાં આખે આખી નકલી સ્કુલ ઝડપાઈ

0
136
RAJKOT NEWS
RAJKOT NEWS

RAJKOT NEWS :  ગુજરાતમાં નકલી અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકું, નકલી ઘી બાદ હવે રાજકોટમાં નકલી સ્કૂલ ચાલુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટમાં કોઈપણ માન્યતા વગરની સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્કૂલને લઈને અનેક ચોંકવાનારા ખુલાસા થયા છે.

RAJKOT NEWS

RAJKOT NEWS ;   અત્યારસુધી ગુજરાતમાં નકલી અધિકારીઓ અને નકલી કચેરીઓ ઝડપાઇ હતી પરંતુ રાજકોટ પાસેના એક ગામમાંથી નકલી સ્કૂલ ઝડપાઇ છે. માલિયાસણના પીપળીયામાં કોઇપણ પ્રકારની માન્યતા વગર ચાલી રહેલી ગૌરી પ્રિ-પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.

RAJKOT NEWS

RAJKOT NEWS : સમગ્ર બનાવ અંગે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છેકે આ શાળા સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતી હતી. શાળામાં ઘણા બાળકો અભ્યાસ કરતા હતા. પીપળીયા ગામે ગૌરી નામથી ચાલતી શાળા સીલ કરવામાં આવી છે. શાળામાં ધો. 1થી 10 સુધીના વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. કુલ 33 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હતા. રોડથી અંદર શાળા હોવાથી કોઇના ધ્યાને આવી ન હતી. તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અમારા ધ્યાને આવતા ફરિયાદ દાખલ કરાવીશું. ગેરકાયદેસર 7 જેટલા એલસી કબજે કરવામાં આવ્યા છે.

RAJKOT NEWS :  કેવી રીતે સામે આવ્યો સમગ્ર મામલો

RAJKOT NEWS

RAJKOT NEWS : સ્કૂલમાં પહેલા ધોરણથી 10 ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. આ સ્કૂલમાંથી એક વિદ્યાર્થીએ લિવિંગ સર્ટિફિકેટ ન આપતા નકલી સ્કૂલનો ભાંડો ફૂટ્યો હતો. જો કે શિક્ષણ વિભાગના અધિકારીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે શાખ બચાવવા માટે તાત્કાલિક દોડી ગયા હતા અને સ્કૂલને સીલ કરી દીધી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો