ડમ્પરના અડફેટે આઠ વર્ષના બાળકનું મોત #rajkot #police #accident #trafficjam

0
107

રાજકોટમાં મોરબી રોડ જકાતનાકા પાસે ડમ્પરના અડફેટે આઠ વર્ષના બાળકનું મોત થતા મામલો ગરમાયો છે. પરિવાર અને લોકોએ ઘટનાસ્થળે રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનામાં પરિવાર દ્વારા ન્યાયની માંગણીને લઇ રોડ ચક્કાજામ કર્યો હતો. રોડ પર ચક્કાજામ કરતા ટ્રાફિક સર્જાયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સામે આવ્યા હતા. પરિવારે ડમ્પર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કારી છે.

રાજકોટમાં ડમ્પર ચાલકનાં આતંકનો મામલો

આઠ વર્ષનાં બાળકનું ડમ્પરનાં અડફેટે મોત

પરિવાર અને લોકોનો ઘટનાસ્થળે ચક્કાજામ

ન્યાયની માંગણીને લઇ રોડ ચક્કાજામ કર્યો

પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણ

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ