Rajkot AIIMS: રાજકોટ AIIMSના ઇન્ટર્ન ડૉક્ટરનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત: સુસાઈડ નોટમાં ‘મેન્ટલી ડિસ્ટર્બ’ હોવાનો ઉલ્લેખ

0
140
Rajkot AIIMS
Rajkot AIIMS

Rajkot AIIMS: રાજકોટની એઈમ્સ (AIIMS) હોસ્પિટલમાં MBBS નો અભ્યાસ પૂર્ણ કરી ઇન્ટર્નશીપ કરી રહેલા એક આશાસ્પદ યુવાન ડૉક્ટરે જીવન ટૂંકાવતા મેડિકલ જગતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૂળ રાજસ્થાનના જેસલમેરના વતની ડૉ. રતનકુમાર મોહનલાલ મેઘવાલે આજે ૧૪ માર્ચની વહેલી સવારે પરાપીપળીયા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો છે.

Rajkot AIIMS: વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળી અંતિમ પગલું ભર્યું

Rajkot AIIMS

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ૨૫ વર્ષીય ડૉ. રતનકુમાર આજે સવારે ૪:૦૦ વાગ્યાની આસપાસ મેડિકલ હોસ્ટેલથી નીકળ્યા હતા. ત્યારબાદ પોણા પાંચ વાગ્યાની આસપાસ પરાપીપળીયા પાસે ટ્રેન નીચે આવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ગાંધીગ્રામ પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે પોતે ‘મેન્ટલી ડિસ્ટર્બ’ હોવાને કારણે આ પગલું ભરી રહ્યા હોવાનું લખ્યું છે.

Rajkot AIIMS: દોઢ મહિના પહેલા જ ગ્રામજનોએ જીવ બચાવ્યો હતો

આ આત્મહત્યા પાછળની કરુણતા એ છે કે, આ યુવાને ગત ૨૮ જાન્યુઆરીએ પણ આ જ જગ્યાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પરાપીપળીયાના જાગૃત ગ્રામજનોની નજર પડી જતાં તેમણે ડૉક્ટરને બચાવી લીધા હતા. જે તે સમયે AIIMS તંત્ર દ્વારા તેમનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું અને તેમને માતા-પિતા પાસે મોકલી દેવાયા હતા. જોકે, આ વખતે તેમને કોઈ બચાવી શક્યું નહીં.

Rajkot AIIMS: પરિવારમાં કાળો કલ્પાંત

  • વારંવારના પ્રયાસ: AIIMS ના જણાવ્યા મુજબ વિદ્યાર્થી માનસિક તણાવમાં હતો, જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તે હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરી રહ્યો હતો.
  • માતા-પિતા પર આભ તૂટ્યું: પુત્ર ડૉક્ટર બનીને ઘરે પરત ફરશે તેવી આશા રાખતા રાજસ્થાનના જેસલમેર રહેતા માતા-પિતાને જાણ થતા તેઓ રાજકોટ આવવા રવાના થયા છે.
  • પોલીસ કાર્યવાહી: મૃતદેહને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા અંહી ક્લિક કરો :

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રીની શક્યતા: તાપમાન ઘટશે, 18-19 માર્ચે માવઠાંની આગાહી