સીએમ ગેહલોતે ટ્વીટ કરીને આપી જાણકારી
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે કોરોના સંક્રમિત થયા છે. તે વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વીટ કરતા જણાવ્યું છે કે, તેઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોવિડના કેસમાં વધારો થયો છે. હું પોતે પણ હળવા લક્ષણો સાથે કોવિડથી સંક્રમિત થયો છું. ડોકટરોની સલાહ મુજબ હું આગામી કેટલાક દિવસો સુધી મારા ઘરેથી કામ કરવાનું ચાલુ રાખીશ. તમે કાળજી લો અને કોવિડ પ્રોટોકોલને અનુસરો.”