ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ

1
80
ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ
ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 154 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ ઉમરગામમાં  ખાબક્યો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ અને નડીયાદમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠા, અરવલ્લી, મધ્યગુજરાતમાં નડિયાદ,આણંદ, વડોદરા મહીસાગર, ગોધરા પંથકમાં મેઘરાજાની મહેર યથાવત જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ

ચોમાસાની શરુઆત થતા રાજ્યભરના ખેડૂતો ખેતીકામની તૈયારીઓમાં લાગી ગયા છે . દરેક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે ત્યારે મહીસાગર , પંચમહાલ, દાહોદ અને અન્ય જિલ્લાઓમાં ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે. અહી ઉલ્લેખનીય છેકે મહીસાગર  જિલ્લામાં ચોમાસામાં મોટા પાયે ડાંગરના ધરુંની રોપણી કરી ડાંગર તૈયાર કરવામાં આવે છે. રાજ્યભરના ખેડૂતો વારંવાર થયેલા કમોસમી વરસાદથી પરેશાન હતા અને ઉભો પાક પણ નિષ્ફળ ગયો હતો ત્યારે જગતનો તાત કુદરતને મેઘમહેર પ્રમાણસર થાય અને વાવણી લાયક વરસાદ થાય તેની પ્રાર્થના કરી રહ્યો છે.

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ

જામનગર અને દ્વારકામાં વરસાદનું આગમન થતાં અનેક ડેમમાં પાણીની આવક થઇ છે.  મુખ્ય ડેમ રણજીતસાગર ડેમમાં બે ફૂટ અને  ઉંડ એક ડેમમાં પોણા બે ફૂટ તેમજ આજી -3 ડેમમાં સવા ત્રણ ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે . હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં મેઘ્રજનની સવારી ધમાકેદાર રહેશે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં આગાહીને લઈને કહ્યું છેકે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. અને આગાહી મુજબ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના ભિન્ન વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું, ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે, અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહેસાણા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડશે. મહેસાણાથી ચોટીલા સહિતના પટ્ટામાં સાર્વત્રિક વરસાદ પડશે.

1 COMMENT

Comments are closed.