રાજ્યમાં વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ બીજો રાઉન્ડ પણ ધમાકેદાર શરુ થયો છે. રાજ્યના તમામ તાલુકાઓમાં મેઘરાજા સતત મહેરબાન થઇ રહ્યા છે. રાજ્યના ડેમ લગભગ નવા નીરથી છલકાઈ રહ્યા છે. અને ખેડૂતો વાવણીના કામમાં લાગી ચુક્યા છે. પરંતુ વરસાદી કહેર પણ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. ક્યાંક વરસાદી પાણીથી મોટા પાયે તારાજી થયાના દ્રશ્યો પણ આવી રહ્યા છે. પરંતુ જુલાઈ માસમાં ગુજરાત પર વરસાદી માહોલ યથાવત રહેશે તે ઉપરાંત પૂરો મહિનો ભારે થી અતિભારે વરસાદ આવશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંતો પણ આ બાબતની આગાહી કરી ચુક્યા છે ત્યારે જુલાઈ માસમાં ગુજરાત પર બંગાળની ખાડી પર વરસાદી સીસ્ટમ સક્રિય થયી રહી છે. તેને કારણે રાજ્યમાં જુલાઈ માસમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાંન અનુસાર 15 જુલાઈની આસપાસ બંગાળની ખાડી પર વરસાદી સીસ્ટમ સક્રિય થશે જેને કારણે ગુજરાતમાં ભારે વરસાદ થશે. ત્યારબાદ 20 જુલાઈએ આ ઈટ૬આ વધુ મજબુત થતા ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જુલાઈના મધ્યમાં આ સીસ્ટમ વધુ મજબુત હશે અને નિષ્ણાતોના મત મુજબ ભારે તારાજી પણ સર્જાઈ શકે છે.
હવામાંન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 12 જુલાઈ બાદ ભારે વરસાદનું જોર ઘટશે પરંતુ ત્યાર બાદ 15 તારીખની આસપાસ સક્રિય થતી સીસ્ટમ 22 જુલાઈ સુધીમાં વધુ મજબુત બનશે અનેગુજરાત પર વરસાદી માહોલ યથાવત રહેશે .તેમજ અરબી સમુદ્રમાં પણ એક વધુ વરસાદી સીસ્ટમ સક્રિય થશે તેવું હવામાન વિભાગ જણાવ્યું રહ્યું છે જેથી એમ ચોક્કસ કહી શકાય કે જુલાઈમાં વરસાદની જમાવટ રહેશે.
અહી ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના દરિયા કાંઠે થી કેરળ સુધી ઓફ શોર ટ્રફ, અને દક્ષીણ ગુજરાત પર શેર ઝોન અને સાયક્લોનીક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાનીમહીસાગર જીલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે . સમગ્ર જીલ્લામાં લુણાવાડા, મહીસાગર, બાલાસિનોર પંથકમાં વરસાદ થતા ખેડૂતો ખેતીકામમાં લાગી ગયા છે અને ચોમાસું પાક આ વર્ષે સારો થશે તેવી આશા રાખી રહ્યા છે. મહીસાગર ઉપરાંત, પંચમહાલ , દાહોદ જીલ્લામાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. હાલ જીલ્લામાંથી કોઈ પણ અનિચ્છનીય બનાવ સામે આવ્યો નથી પરંતુ જીલ્લા વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ અને વરસાદની સતત અપડેટ મેળવી રહ્યું છે . જીલ્લામાં કડાણા ડેમમાં હાલ ઉપરવાસમાં સતત વરસાદને કારણે નવા પાણીની આવક જોવા મળી રહી છે અને પર્વતીય પ્રદેશમાં અહ્લાદ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે