Rain in Gujarat : ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત, છોટાઉદેપુર, બારડોલી,વલસાડમાં વરસાદ શરુ    

0
139
Rain in Gujarat
Rain in Gujarat

Rain in Gujarat : રાજ્યમાં હાલ બફારાનો ભારે અહેસાસ થઇ રહ્યો છે, હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે ગુજરાતમાં મેઘરાજાએ આગમન કરી દીધું છે, વલસાડ, બારડોલી, છોટાઉદેપુર સહીત અનેક વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે, અને ગરમી અને બફારાથી રાહતનો શ્વાસ મળ્યો છે.      

Rain in Gujarat : કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઇ રહ્યું છે.  ગઇકાલે જ મહારાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી થઇ છે ત્યાં આજે ગુજરાતમાં પણ વરસાદ પહોંચી ગયો છે, હવામાન વિભાગે હજુ ગઇ કાલે જ આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે ત્યાં આજે છોટા ઉદેપુર, બારડોલી, વલસાડમાં તો મેઘલો વરસી ગયો અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. 

Rain in Gujarat : હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જેમાં કેટલાક ઠેકાણે ધીમીધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સાથે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગતમોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

Rain in Gujarat :  શું છે હવામાન વિભાગની આગાહી ?

આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેની આજથી શરૂઆત થઇ ગઈ છે. આગામી 4 દિવસ ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તેના પર નજર કરીએ તો …

Rain in Gujarat : 9 જૂન- ક્યાં જિલ્લામાં વરસાદ

ગાંધીનગર, અરવલ્લી, , મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 

Rain in Gujarat : 10 જૂન- ક્યાં જિલ્લામાં વરસાદ

દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 

Rain in Gujarat : 11 જુન- ક્યાં જિલ્લામાં વરસાદ

અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, , ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 

Rain in Gujarat : 12 જૂન- ક્યાં જિલ્લામાં વરસાદ

12 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યા છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો