Rain Alert : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેશે. સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર તો દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે.

Rain Alert : સુરતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવે છે જ્યાં સાડા ચાર ઈંચથી સવા આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
Rain Alert : આ તરફ કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,તાપી અને ડાંગ માટે આજના દિવસે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં અઢીથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
Rain Alert : ભારે વરસાદનું અનુમાન
Rain Alert : હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે જે સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિલોમીટર સુધી વિસ્તરે છે અને દક્ષિણ-પશ્ચિમ તરફ વળેલું છે. મંગળવાર સવાર સુધી સૌરાષ્ટ્ર વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સાથે અતિ ભારે વરસાદનું અનુમાન છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો