રાહુલ ગાંધી વિરુદ્ધ લલિત મોદી

0
61

રાહુલ ગાંધીફરી એકવાર વિવાદમાં

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. રાહુલ ગાંધી સતત ભાગેડુ લલિત મોદી પર શાબ્દિક હુમલાઓ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકીને તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વાત કરી હતી, જેમાં તેમણે નીરવ મોદી અને લલિત મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ સતત લલિત મોદીને ભાગેડુ ગણાવીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. હવે લલિત મોદીએ પણ રાહુલ ગાંધીની વારંવારની ટિપ્પણીઓ પર વળતો પ્રહાર કર્યો છે. લલિત મોદીએ જણાવ્યું છે કે તેઓ રાહુલ ગાંધી વિરુદ્ધ યુકેની કોર્ટમાં જશે. મની લોન્ડરિંગ કેસમાં લલિત મોદીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ લલિત મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે તેને હજુ દોષિત જાહેર કરાયા નથી અને તે દેશના સામાન્ય નાગરિક છે.