RAHUL GANDHI :  સ્મૃતિ ઈરાનીના પડખે આવ્યા વિપક્ષ નેતા રાહુલ ગાંધી, જાણો શું કહ્યું ?

0
247
RAHUL GANDHI
RAHUL GANDHI

RAHUL GANDHI :  આમતો રાજકારણમાં માન-સન્માન જેવું હવે કઈ બચ્યું નથી, રાજકારણમાં આવતા પહેલા જ કહેવાય છે કે માન સન્માન ઘરે મુકીને નીકળો તો જ રાજકારણી બની શકાય, પરંતુ હજુ પણ રાજનીતિમાં થોડીઘણી ગરિમા બચેલી છે, સ્મૃતિ ઈરાનીની અમેઠીમાં લોકસભા ચૂંટણી હાર્યા બાદ સતત થઇ રહેલા અપમાન પર રાહુલ ગાંધીએ  જનતાને અપીલ કરી છે,  

RAHUL GANDHI :  કોઈનું અપમાન કરવું એ નબળાઈની નિશાની : રાહુલ

રાહુલ ગાંધીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર થઈ રહેલી અપમાનજનક ટિપ્પણીઓને લઈને જનતાને અપીલ કરી છે અને કહ્યું છે કે કોઈનું અપમાન કરવું એ નબળાઈની નિશાની છે.

RAHUL GANDHI

RAHUL GANDHI :   લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેઠીના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાની વિશે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલી ટિપ્પણીઓ પર નારાજગી વ્યક્ત કરી છે.તેમણે X પર કહ્યું કે જીત અને હાર જીવનનો ભાગ છે. હું દરેકને અપીલ કરું છું કે સ્મૃતિ ઈરાની વિરુદ્ધ કોઈ અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરો.

RAHUL GANDHI

RAHUL GANDHI :   સ્મૃતિ ઈરાનીએ લુટિયન્સ દિલ્હીમાં 28 તુગલક ક્રેસેન્ટ ખાતે સ્થિત પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. સ્મૃતિ ઈરાનીએ આ અઠવાડિયાની શરૂઆતમાં બંગલો ખાલી કરી દીધો હતો. તેઓ કોંગ્રેસ નેતા કિશોરી લાલ શર્માથી અમેઠી સંસદીય બેઠક પર 1.5 લાખથી વધુ મતોના અંતરથી હારી ગયા હતા. પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રીએ 2019માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હરાવ્યા હતા. રાહુલ ગાંધી અને કોંગ્રેસના સમર્થકોએ તેમની હારને ‘અપમાનજનક હાર’ ગણાવી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો