કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) ની નાગરિકતા અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટ પાસે રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) પાસે બ્રિટિશ નાગરિકતા છે. તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. તેમણે કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવાની માંગ પણ કરી છે.
Rahul Gandhi પાસે બ્રિટિશ પાસપોર્ટ: સુબ્રમણ્યમ સ્વામી
બીજેપી નેતાએ કોર્ટ પાસે માંગ કરી છે કે તે આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગે. વર્ષ 2019માં સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે.
ભાજપના નેતાએ બંધારણની કલમ 9નો ઉલ્લેખ કર્યો
ભારતીય બંધારણના અનુચ્છેદ 9નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર એક જ દેશના નાગરિક બની શકે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં માત્ર એક જ નાગરિકતા આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 20 એપ્રિલ, 2019 ના રોજ ગાંધીને ‘નાગરિકતા સંબંધિત ફરિયાદ’ વિષય પર નોટિસ મોકલવામાં આવી હતી.
સુબ્રમણ્યમ સ્વામીએ પત્રમાં આગળ લખ્યું કે બેકઓપ્સ લિમિટેડ નામની કંપની 2003માં યુનાઈટેડ કિંગડમમાં રજીસ્ટર થઈ હતી, જેમાં રાહુલ ગાંધી ડિરેક્ટર અને સેક્રેટરી હતા. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે 2005 અને 2006માં ફાઈલ કરવામાં આવેલા કંપનીના વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીની જન્મતારીખ 19 જૂન, 1970 દર્શાવવામાં આવી હતી અને તેમની રાષ્ટ્રીયતા બ્રિટિશ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો