RAHUL GANDHI :  રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી ભાજપને આપી ચેલેન્જ, અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે

0
230

RAHUL GANDHI :  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે. 10 વર્ષમાં પહેલીવાર ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમી ઉઠ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તા એક અનોખો જુસ્સો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રાહુલ ગાંધી  ગુજરાત કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા, જ્યાં કાર્યકર્તાઓને સંબોધિત કરી નવો જોમ જુસ્સો ભર્યો હતો,     

RAHUL GANDHI

RAHUL GANDHI :   રાહુલ ગાંધીએ અમદાવાદ ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે સંબોધન કરતા ભાજપ સરકારને આડેહાથ લીધી હતી, રાહુલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જ કહે છે કે, હું બાયોલોજીકલ નથી. જો તમે બાયોલોજિકલ નથી તો અયોધ્યા કેમ હાર્યા. જે વ્યક્તિ પોતાને નોન બાયોલીજીકલ અને દેશની પ્રજાને બાયોલોજીકલ સમજે છે, આવી વ્યક્તિ ગુજરાતને કેવી રીતે રસ્તો દર્શાવી શકે. આવી વ્યક્તિ ખેડૂત, મહિલા, યુવાનોનું દર્દ કેવી રીતે સમજી શકે . નરેન્દ્ર મોદીને વ્યક્તિ કહેવું કે શું કહેવું તે સમજાતું નથી.

RAHUL GANDHI :  વધુમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો લલકાર  કરતાં કહ્યું, નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે. અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપ હારશે.  કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સમગ્ર AICC  છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવા રાહુલે આહ્વાન કરતાં કહ્યું, ગુજરાતના લાખો લોકોનો મત જાણી નિર્ણય કરાશે.

RAHUL GANDHI :  ૨૦૧૭ ની જેમ ચૂંટણી લડવાની છે

રાહુલ ગાંધીએ કહ્યું, આઝાદીની લડાઈ ગુજરાતથી શરૂ થઈ હતી. કૉંગ્રેસની ઓફિસ તોડી તેમ અમે તેમની સરકાર તોડીશું.  2022ની જેમ નહીં, 2017ની જેમ ચૂંટણી લડીશું. 2017માં કૉંગ્રેસ દમખમ સાથે ચૂંટણી લડી હતી, આગામી ત્રણ વર્ષમાં કૉંગ્રેસ ભાજપને હરાવશે.

RAHUL GANDHI :   નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવા નહોતા માગતા. મોદી અયોધ્યાથી ચૂંટણી લડવા માગતા હતા. નરેન્દ્ર મોદીની અયોધ્યામાં હાર નિશ્ચિત હતી, વારાણસીમાં મોદીની જીત પાતળી સરસાઈથી થઈ. પંજાના ચિહ્નમાં તમામ ધર્મોમાં સ્થાન છે. ડરશો નહીં, ડરાવશો નહીં, તમામ ધર્મનો મંત્ર  છે.

RAHUL GANDHI

અત્રે નોંધનીય બાબત છે કે રાહુલે સંબોધનના અંતમાં કહ્યું હતું કે હું મારી બહેન પ્રિયંકા ગાંધી પાસે વચન લઈને આવ્યો છુ કે હું બીજીવાર ગુજરાત આવીશ તો તે મારી સાથે આવશે.

   

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો