Punjab Police બની સિંઘમ, હત્યાના આરોપી સાથે મુઠભેડ બાદ કરી ચારની ધરપકડ

0
99
Punjab Police
Punjab Police

Punjab Police : પંજાબના પટિયાલામાં પોલીસ અને આરોપીઓ વચ્ચે આજે સવારે મુઠભેડ થયાના સમાચાર સામે આવ્યા છે. હત્યાના આરોપીઓ  પર  મોટી કાર્યવાહી કરતા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓએ ગયા રવિવારે પટિયાલાના સમીર કટારિયાની હત્યા કરી હતી. ત્યારથી પોલીસ તેમને શોધી રહી હતી. આજે પોલીસે તેમનું એન્કાઉન્ટર કર્યું હતું. આરોપીઓની ઓળખ અભિષેક, દિનેશ, યોગેશ, સાહિલ તરીકે થઈ છે.

Punjab Police

Punjab Police : નાકાબંધી દરમિયાન આરોપી અભિષેકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન બંને તરફથી ક્રોસ ફાયરિંગ થયું હતું. પોલીસે જવાબી ગોળીબારમાં આરોપી અભિષેક (ઉંમર 20)ને પગમાં ગોળી વાગી હતી અને તેને રાજીન્દ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસે અન્ય 3 લોકોની પણ ધરપકડ કરી છે. આ દરમિયાન આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, 32 બોરની પિસ્તોલ અને કારતુસ મળી આવ્યા હતા.

Punjab Police

Punjab Police : મળતી માહિતી મુજબ, આ ચાર આરોપીઓ I-20 કાર છીનવીને લુધિયાણાથી ભાગી રહ્યા હતા અને તેઓએ રેલ્વે સ્ટેશન પર કાર રોકી અને ટ્રેનમાં બેસીને પટિયાલા આવ્યા. ત્યારબાદ તેઓ પટિયાલા આવ્યા અને સમીર કટારિયા નામના યુવક પાસેથી કાર છીનવવાનો પ્રયાસ કર્યો, જ્યારે સમીર કટારિયાએ વિરોધ કર્યો તો આરોપીઓએ તેના પર ગોળીબાર કર્યો, જેના કારણે તેનું મોત થયું. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

Punjab Police

Punjab Police : કાર લૂંટવા આવેલા 4 શખ્સોએ કરી હત્યા

તમને જણાવી દઈએ કે પટિયાલામાં કાર લૂંટવા આવેલા 3 હુમલાખોરોએ પિસ્તોલ પોઈન્ટ પર કાર લૂંટી હતી અને માલિક સમીર કટારિયાની હત્યા કરી હતી. સ્થળ પર હુમલાખોરોએ 32 બોરની પિસ્તોલ વડે હવામાં ગોળીબાર કર્યો હતો અને કારને લૂંટીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પ્રયાસ નિષ્ફળ ગયો હતો કારણ કે કારની લૂંટ કર્યા બાદ કાર 100 મીટરના અંતરે અકસ્માતનો ભોગ બની હતી, જ્યાં હુમલાખોરો કાર છોડીને ભાગી ગયો.

તમે આ પણ વાંચી શકો છો

પંજાબ સરકાર એક્શનમાં, શાળાઓમાં નવા આચાર્યોની નિમણૂકના તાત્કાલિક આદેશ કર્યા