પંજાબ પોલીસને મળી મોટી સફળતા , 31 આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો

0
227
પંજાબ પોલીસને મળી મોટી સફળતા , 31 આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો
પંજાબ પોલીસને મળી મોટી સફળતા , 31 આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો

છેલ્લા પાંચ મહિનામાં પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે જેમાં 32 આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. 73 જેટલા ડ્રોન તોડી પડ્યા છે જે પાડોશી દેશની ના પાક હરકતથી પંજાબમાં ઘુસાડવામાં આવ્યા હતા. પંજાબ પોલીસ આઈજી સુખચેન સિંહ ગીલે કહ્યું કે પંજાબ પોલીસ રાજ્યની સુરક્ષામાં સંપૂર્ણ રીતે સજ્જ છે અને ચોવીસ કલાક ગેંગસ્ટરોને પકડવા કાર્યરત છે. પંજાબમાં ગેંગ સ્ટર એક મોટો પડકાર છે અને તેની સામે કાર્ય કરવા પંજાબ પોલીસ અને પંજાબ ગૃહ મંત્રાલયે 6 એપ્રિલ 2022ના રોજ એન્ટી ગેંગસ્ટર તસ્ક ફોર્સ (AGTF) નીરચના કરવામાં આવી હતી. ત્યાર થી લઈને અત્યાર સુધીમાં 800થી વધુ ગેંગસ્ટરની ધરપકડ કરવામાં પંજાબ પોલીસને સફળતા મળી છે.

PANJAB 1 1

પંજાબ સરહદ પર હમેશા પાડોશી દેશ પાકિસ્તાનની નાપાક હરકત જેમાં નશીલા પદાર્શોનો કાળો કારોબાર અને દેશ તથા પંજાબના યુવાધનને હોમવાનું કામ આ ગુંડાઓ દ્વારા થતું હતું. પંજાબ પોલીસે છેલ્લા પાંચ મહિનામાં આતંકી મોડ્યુલ નો પર્દાફાશ કરીને 31 જેટલી જગ્યાએ દરોડા પડ્યા હતા અને 197 આતંકીઓ અને કટ્ટરપંથીઓ ઝડપી પડ્યા છે. 73 ડ્રોન સહિત 32 રાઈફલ,222 પિસ્તોલ , બોમ્બ બનાવવાની સામગ્રી 10.86 કિલોગ્રામ આર.ડી.એક્સ 11 હેન્ડ ગ્રેનેડ લોડેડ ગણ રીકવ ર કરવામાં સફળતા મળી છે.

પંજાબ પોલીસ આઈજી સુખચેન સિંહ ગીલે જણાવ્યું કે રાજ્યની પોલીસની એક બીજી ટીમ છેલ્લા પંદર મહિનાથી ડ્રગ્સ સ્મગલર 88.3.કરોડની સંપતી જપ્ત કરવામાં અને સ્પેશિઅલ ડ્રાઈવ કરીને તેને સંપૂર્ણ નષ્ઠ કરવામાં અને કાળો કારોબાર અને તેના નાણાથી બનેલી સંપતિ જપ્ત કરવામાં સફળતા મળી છે. જેમાં 111 ડ્રગ્સ સ્મગલર પર કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 59 કેસમાં 31 કરોડની સંપતી જપ્ત કરવાની તૈયારી ચાલી રહી છે તે વાતનો ખુલાસો પંજાબ પોલીસ આઈજી સુખચેન સિંહ ગીલે કર્યો હતો.

જલંધર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 40.03 કરોડ રૂપિયાની ડ્રગ હેરાફેરી અને કરોડો રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. તરન તારાન જીલ્લામાં 12.06 કરોડ રૂપિયા અને ફીરોઝપુર જીલ્લામાં 6.16 કરોડ રૂપિયાની સંપતિ અને રૂપિયા સહિત મુદ્દામાલ ઝાપટ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે દેશની સરહદો પર ખાસ કરીને પાકિસ્તાનને અડીને આવેલા રાજ્યો, ગુજરાત, રાજસ્થાન,પંજાબ, અને જમ્મુ કાશ્મીર રાજ્યના યુવાનો નશાના કાળાકારોબારમાં ધકેલાઈ રહ્યા છે અને હેરોઈન તથા દ્રગને રવાડે ચડીને જીંદગી હોમી રહ્યા છે ત્યારે પંજાબ પોલીસ ફરી એક વાર ઉડતા પંજાબ બનતું અટકાવવા માટે કમર કસી રહી છે.