પંજાબ સરકારે દીપાવલી મહા પર્વ પર ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. મળતી માહિતી મુજબ દેશભરમાં દીપાવલી પર ઉજવાશે તેમાં પંજાબમાં પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવતું હોય છે. ત્યારે દિવાળી પર્વ પર પંજાબ સરકારે કહ્યું છે કે ગુરુ પર્વ અને દીપાવલી પર માત્ર બે કલાક જ ફટાકડા ફોડવાની મંજુરી આપવામાં આવશે. અને તેનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે. સરકારે જણાવ્યું કે દિવાળી અને નાતાલ પર્વ માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે. રાત્રે 8 થી 10 વાગ્યા સુધી અને સવારે 4 થી 5 અને રાત્રે 9 થી 10 અને નવા વર્ષેની પૂર્વ સંધ્યાએ આ નિયમોનો ચુસ્ત અમલ થાય તે રીતે ઓછા પ્રદુષણ વાળા સમયમાં ફટાકડા ફોડવાની મંજુરી આપવામાં આવશે. આ ઉપરાંત પંજાબ સરકારે ઓનલાઈન ફટાકડા પર વેચાણને મંજુરી આપી નથી અને સંપૂર્ણ પ્રતિબંધ મુખ્યો છે. પંજાબ સરકારે દિવાળી, ગુરુપર્વ , ક્રિસમસ, અને નવા વર્ષમાં ઓછા પ્રદુષણ ફેલાવે તેવા ફટાકડાના વેચાણને જ મંજુરી આપવામાં આવશે તેવું પણ એક સરકારી યાદીમાં કહેવામાં આવ્યું. પંજાબ સરકારના પર્યાવરણ મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના તથા વન અને આબોહવા મંત્રાલયે આપેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ અનુસાર રાજ્ય સરકાર પાલન કરીને ચુસ્ત નિયમોનું પંજાબમાં પાલન કરાવશે જેથી હવા પ્રદુષણને નિયંત્રિત કરી શકાય.

પર્યાવરણ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં ફટાકડાના ઉત્પાદનમાં , સ્ટોક, વિતરણ, વેચાણ, અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત નિર્દેશ આપવામાં આવ્યો છેકે ફટાકડાના વેચાણ માટે લાઇસન્સ ધરાવતા વેપારીઓજ ફટાકડાનું વેચાણ કરી શકશે અને ઓનલાઈન ફટાકડાનું વેચાણ કરતી વેબ સાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંત્રીએ કહ્યું કે પોલીસ અધિકારીની પરવાનગી વિનાના ફટાકડા સ્ટોર પણ ગેરકાયદેસર ગણવામાં આવશે. અને નિર્દેશો અનુસાર પ્રદુષણ ઓછું ફેલાવે ,
અવાજની માત્ર ઓછી હોય તેવાજ ફટાકડાનું વેચાણ કરવાનું રહેશે . કોઈ પણ પ્રકારની ગેરકાનૂની સ્ટોર અને ફટાકડાનું વેચાણ નિયમો વિરુદ્ધ થતું હશે તો પંજાબ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરીને જવાબદાર લોકો સામે પગલા ભરશે . પંજાબમાં પરાળ બળવાનું હાલ શરુ છે અને મોટી માત્રામાં હવા પ્રદુષણ ફેલાઈ રહ્યું છે જે માટે વધુ પ્રદુષણ ન થાય તેની તકેદારી પણ રાજ્ય સરકાર રાખી રહી છે .