Public Interest Litigation: અલ્હાબાદ હાઇકોર્ટે કૃષ્ણ જન્મ ભૂમિ સંબંધિત પિટિશન ફગાવી

0
297
Krishna Janmabhoomi
Krishna Janmabhoomi

અલ્હાબાદ હાઈકોર્ટે 3 ઓક્ટોબરના રોજ તેની વેબસાઈટ પર મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ સ્થળને કૃષ્ણ જન્મભૂમિ જાહેર કરતી પીઆઈએલ (Public Interest Litigation) ને નકારી કાઢવાનું કારણ અપલોડ કર્યું હતું. ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની બેન્ચે 11 ઑક્ટોબરના રોજ વ્યવસાયે વકીલ મહક મહેશ્વરી દ્વારા દાખલ કરાયેલ પીઆઈએલ (Public Interest Litigation)ને ફગાવી દીધી. જાહેરહિતની અરજીને ફગાવતા હાઇકોર્ટે કહુય કે, “જોકે વર્તમાન પીટીશન (Public Interest Litigation)માં સામેલ મુદ્દાઓ પર પહેલાથી (લંબિત મુકદમમાં) જ કોર્ટનું ધ્યાન આકર્ષિત કરી રહી છે, અમે આ પીટીશનની સુનાવણી કરવાની તરફેણમાં નથી એટલે આ પ્રકારથી અમે આ પીટીશનને ફગાવીએ છીએ.

2 40
Shahi Idgah mosque & Shri Krishna Janmabhoomi in Mathura

 

અગાઉ, રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા ચીફ સ્ટેન્ડિંગ એડવોકેટ કુણાલ રવિ સિંઘે આ રિટ પિટિશનનો વિરોધ કરતા કહ્યું હતું કે જો કે આ અરજીને પીઆઈએલ તરીકે બતાવવામાં આવી છે, પરંતુ તે જાહેર હિતમાં નથી. પરંતુ અરજદારના દાવા વ્યક્તિગત કારણને સમર્થન આપે છે કેમ કે અરજદારના ભગવાન શ્રી કૃષ્ણના પ્રખર ભક્ત હોવાનો દાવો કરે છે.

તેમણે દલીલ કરી,

“26 મે, 2023 ના રોજ ટ્રાન્સફર એપ્લિકેશન (સિવિલ) નંબર 88, 2023 (ભગવાન કૃષ્ણ વિરાજમાન અને સાત અન્ય વિ. ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને ત્રણ અન્ય)માં પસાર કરાયેલા આદેશ હેઠળ, પહેલાથી પેન્ડિંગ 10 કેસ આ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને તે તમામ પેન્ડિંગ છે. આ કેસોમાં એવા જ મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે જે આ રિટ (જાહેર હિતની અરજી)માં ઉઠાવવામાં આવ્યા છે. તેથી તેને સદંતર નકારવા વિનંતી છે.”

1 44
Shri Krishna Janmabhoomi in Mathura

સંબંધિત પક્ષકારોને સાંભળ્યા પછી, હાઇકોર્ટે કહ્યું,

“અમે 26 મે, 2023 ના રોજના આદેશ પર પણ નોંધ લીધી છે, જે આ મુકદ્દમાઓની પ્રકૃતિ પર થોડો પ્રકાશ ફેંકે છે. બીજી તરફ, આ અરજી (PIL)માં કહેવામાં આવ્યું છે કે અરજદારના મામાએ તેમને મથુરા અને બ્રિજ મંડળ 84 કોસના આધ્યાત્મિક મહત્વ વિશે જણાવ્યું અને એ પણ જણાવ્યું કે કેવી રીતે ઔરંગઝેબે ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર બનેલા મંદિરને નષ્ટ કરી શાહી ઇદગાહ મસ્જિદનું નિર્માણ કરાવ્યું.”

કોર્ટે કહ્યું, “આ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શાહી ઇદગાહ મસ્જિદની જાળવણી કરનાર ઇદગાહ મસ્જિદ ટ્રસ્ટ દ્વારા અતિક્રમણને કારણે શ્રી કૃષ્ણ જન્મસ્થળની જમીન 13.37 એકરથી નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે.”

કોર્ટે કહ્યું, “અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇદગાહ મસ્જિદ ટ્રસ્ટની મેનેજમેન્ટ કમિટીએ 12 ઓક્ટોબર, 1968ના રોજ સોસાયટી શ્રી કૃષ્ણ જન્મસ્થળ સેવા સંઘ સાથે કરાર કર્યો હતો. બંનેએ સંસ્થાએ એકબીજા સાથે ગેરકાયદેસર કરાર કર્યો હતો. મિલકત પડાવી લેવાના હેતુથી તેમણે દેવી-દેવતાઓ, ભક્તો  અને કોર્ટ સાથે છેતરપિંડી કરી છે.” – દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –