PSI LRD Physical Test Date:ગુજરાત પોલીસમાં ભરતીની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD)ની કુલ 13,591 જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ શારીરિક કસોટીનો પ્રારંભ 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ કેન્દ્રો પર કરવામાં આવશે.
PSI LRD Physical Test Date:લાંબી રાહનો અંત, મેદાનમાં ઉતરશે ઉમેદવારો

ગુજરાત પોલીસ દળમાં જોડાવાનું સપનું જોતા યુવાનો માટે લાંબા સમયથી ચાલી રહેલી પ્રતીક્ષાનો હવે અંત આવ્યો છે. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ PSI અને LRD કેડરની ભરતી માટે દોડ સહિતની તમામ શારીરિક કસોટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના વિવિધ પોલીસ હેડક્વાર્ટર અને નિર્ધારિત મેદાનો પર આ પ્રક્રિયા હાથ ધરાશે.
PSI LRD Physical Test Date:મેગા ભરતી: 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે આ વિશાળ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. PSI અને લોકરક્ષક (કોન્સ્ટેબલ) કેડર માટે લાખો ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે અને છેલ્લા ઘણા મહિનાઓથી કઠિન મહેનત કરી રહ્યા છે.

PSI LRD Physical Test Date:શારીરિક કસોટીની મુખ્ય વિગતો
- શરૂઆત: 21 જાન્યુઆરી 2026
- કેડર: PSI અને LRD (સંયુક્ત પરીક્ષા પદ્ધતિ)
- સ્થળ: રાજ્યના વિવિધ નિર્ધારિત મેદાનો
- કોલ લેટર: ઉમેદવારો ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે
પારદર્શક પ્રક્રિયા પર ભાર
પોલીસ ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે શારીરિક કસોટી સંપૂર્ણપણે પારદર્શક અને ટેકનોલોજી આધારિત રહેશે. દોડની કસોટીમાં RFID ચીપ દ્વારા સમયની ચોક્કસ નોંધણી થશે. સાથે જ, મેદાનો પર CCTV કેમેરા અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ઉમેદવારો માટે મહત્વની સૂચના
ભરતી બોર્ડે ઉમેદવારોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારોને જ આગામી લેખિત પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
કેડર મુજબ કુલ જગ્યાઓ
PSI કેડર – કુલ 858 જગ્યા
- બિન હથિયારી PSI: 659
- હથિયારધારી PSI: 129
- જેલર (ગ્રુપ-2): 70
લોકરક્ષક કેડર – કુલ 12,733 જગ્યા
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6,942
- હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2,458
- SRPF કોન્સ્ટેબલ: 3,002
- જેલ સિપાહી (પુરુષ): 300
- જેલ સિપાહી (મહિલા/મેટ્રન): 31




