Proud Moment for Gujarat: પહેલીવાર ગુજરાતની સરકારી સ્કૂલની દીકરીઓ વિદેશમાં લહેરાવશે તિરંગો સુરતની બે વિદ્યાર્થિનીઓ આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધા માટે દુબઈ જશે

0
97
Proud Moment
Proud Moment

Proud Moment for Gujarat: ગુજરાતના શિક્ષણ જગતમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલની બે દીકરીઓએ એવી સિદ્ધિ મેળવી છે કે જે અત્યાર સુધી સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અશક્ય માનવામાં આવતી હતી. ધોરણ-10માં અભ્યાસ કરતી સ્નેહા સિંઘ અને તન્નુ સહાની હવે આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધા માટે દુબઈ (UAE) જઈ રહી છે.

આ માત્ર વિદેશ પ્રવાસ નથી, પરંતુ સરકારી શિક્ષણ વ્યવસ્થાની બદલાતી તસવીર અને વિદ્યાર્થીનીઓની અસીમ પ્રતિભાનો જીવંત પુરાવો છે. ગુજરાતમાં કદાચ પહેલીવાર એવું બન્યું છે કે સરકારી સ્કૂલમાં ભણતી બે વિદ્યાર્થિનીઓ WSRO-2026 International Robotics Competition માટે પસંદગી પામી છે.

Proud Moment for Gujarat

Proud Moment for Gujarat: ખેતી અને ટેકનોલોજીનું અનોખું સંયોજન

સ્નેહા અને તન્નુએ ‘Satellite-Link Renewable Forecast and Smart Poultry Farming System’ નામનો અનોખો અને ઉપયોગી પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા તેમણે બતાવ્યું છે કે રોબોટિક્સ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી અને પશુપાલન ક્ષેત્રને કેવી રીતે વધુ સ્માર્ટ બનાવી શકાય.

29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2026 દરમિયાન શારજાહની Manthena American School ખાતે યોજાનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જ્યાં આશરે 80 જેટલા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ સામે તેમનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે.

Proud Moment for Gujarat: ઓછી સુવિધાઓ છતાં મોટી સિદ્ધિ

સુમન હાઈસ્કૂલ નંબર-14ની આ બંને વિદ્યાર્થિનીઓએ સાબિત કરી દીધું છે કે પ્રતિભા ક્યારેય સુવિધાઓની મોહતાજ નથી હોતી. રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં 8 સ્કૂલના 43 વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરીને તેમણે માત્ર બે સપ્તાહની ટૂંકી મહેનતમાં આ પ્રોજેક્ટ તૈયાર કર્યો અને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાનો માર્ગ બનાવ્યો.

સામાન્ય પરિવારથી આવતી સ્નેહા અને તન્નુ માટે વિમાનમાં બેસવું એક સપનું હતું, જે હવે હકીકત બનવા જઈ રહ્યું છે. તેમની સાથે સ્કૂલના આચાર્ય પણ દુબઈ જશે.

Proud Moment for Gujarat

Proud Moment for Gujarat: ખાનગી એજન્સી ઉઠાવશે સમગ્ર ખર્ચ

ખાસ વાત એ છે કે આ સમગ્ર પ્રવાસનો ખર્ચ સરકારી તિજોરી પર બોજ બન્યા વગર, સ્કૂલમાં AI લેબ સંચાલિત કરતી ખાનગી એજન્સી Shreeji Technology Pvt. Ltd. દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. આ પહેલ સરકારી-ખાનગી ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પણ છે.

શું છે ‘સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ’ પ્રોજેક્ટ?

આ દીકરીઓના પ્રોજેક્ટમાં આધુનિક સેન્સર અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  • Ultra-Sonic Sensor દ્વારા ઇંડા ભરાઈ જતાં મોબાઈલ એલર્ટ
  • LDR Sensorથી જરૂર મુજબ જ લાઈટ ચાલુ રાખી ઊર્જા બચત
  • Gas Sensor દ્વારા એમોનિયા ગેસ વધતા જ પંખા ચાલુ
  • PIR Systemથી આસપાસની શંકાસ્પદ હલચલ પર નજર
  • સોલર એનર્જી મેળવવા માટે ફાર્મનું ઓટોમેટિક મૂવમેન્ટ

આ પ્રોજેક્ટ માત્ર ટેકનિકલ નહીં, પરંતુ ખેડૂતો માટે વ્યવહારુ અને ઉપયોગી છે.

અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું ઝરણું

સ્નેહા અને તન્નુની આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત જીત નથી, પરંતુ ગુજરાતની હજારો સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું પ્રતીક છે. શિક્ષકો અને આચાર્યના માર્ગદર્શન સાથે આ દીકરીઓએ સાબિત કર્યું છે કે સપના જોવાની હિંમત હોય તો દુનિયાના કોઈ પણ મંચ પર પહોંચવું શક્ય છે.

આ પણ વાંચો :Influencers Drunken Drive:સોશિયલ મીડિયા ફેમનો નશો ઉતર્યો રસ્તા પર, ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં હિરેન પટેલની ધરપકડ