ગુજરાતની અગ્રણી દવા કંપની સામે અમેરિકામાં પ્રતિંબધ !

0
165

ગુજરાતની એક સૌથી મોટી દવા કંપની ઇન્ટાસ ફાર્માની દવા આયાત ઉપર અમેરિકાએ પ્રતિબંધ મુક્યો છે. સુત્રો કહે છે કે  નિરિક્ષણ બાદ અમેરિકન ડ્રગ રેગ્યુલેટરીએ આ નિર્ણય લીધો છે. જેમાં એફડીએના અધિકારીઓએ અમદાવાદ આવી પ્લાન્ટની મુલાકાત બાદ આ નિર્ણય લેતાં કંપનીને પણ ફટકો પડ્યો છે. 

અમેરિકા પ્રતિબંધ બાદ ગુજરાતની આ દવા કંપનીની દવાઓ સામે સવાલ ઉભો થયો છે. ગુજરાત પ્લાન્ટ ધરાવતી આ કંપનીના અમદાવાદ પ્લાન્ટ પર એફડીએના અધિકારીઓ મુલાકાત કરી હતી ઇન્ટાસ ફાર્માના ભારતમાં અગિયાર અને વિદેશમાં ત્રણ પ્લાન્ટ આવેલા છે.એફડીએના દવા ઉત્પાદન અંગેના એલર્ટ બાદ કંપનીએ અમેરિકન નિયમો અનુસાર કાયદાનું પાલન, પ્રક્રિયા અનુસાર ઉત્પાદન માટે દવા બની રહી છે તે સાબિત કરવું પડશે 

અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનીસ્ટ્રેશને (એફડીએ) અમદાવાદ સ્થિત દેશની અગ્રણી ફાર્મા કંપનીના પ્લાન્ટ ઉપરથી દવાઓની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે. અમદાવાદ પ્લાન્ટમાં દવાના ઉત્પાદન વખતે જરૂરી ટેસ્ટ, દસ્તાવેજ જાળવણી સહિત કેટલાક  વાંધા અમેરિકી અધિકારીઓએ દ્વારા રજૂ કર્યો હતો

સુત્રો કહે છે કે એફડીએના આ અધિકારીઓએ વીઝિટ લીધા બાદ ત્રીસથી વધુ પાનાનો અહેવાલ બનાવાયો હતો, અને  આ  અહેવાલમાં કેટલીક ત્રુટીઓ દર્શાવાઇ હતી,  એફડીએના આ અહેવાલ અનુસાર દવાના ઉત્પાદન સમયે કરવામાં આવતા જરૂરી ટેસ્ટ, તેના દસ્તાવેજોની જાળવણી અને દવાના ઉત્પાદન સમયે બહારથી કોઈ ચીજની આડ અસર અંગે કંપનીએ યોગ્ય પ્રક્રિયા  રાખી નથી .એફડીએ તપાસમાં આ પ્રકારની નોંધ સૌથી ગંભીર ગણવામાં આવે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટાસ દ્વારા આ પ્લાન્ટ ખાતે એફડીએ નિયમો અનુસાર જાળવવાના જરૂરી દસ્તાવેજોનો કર્મચારીઓએ નાશ કર્યો છે. જે જાળવવા એ અતિ જરૂરી છે. ફાર્મા ઉદ્યોગમાં એલર્ટ એટલે નિકાસ ઉપર રોક ગણવામાં આવે છે. આમ ગુજરાતી ઈન્ટાસ ફાર્માને અમેરિકા દ્વારા અમદાવાદ પ્લાન્ટમાં બનતી દવાઓની આયાત પર રોક લાગતાં સમગ્ર મામલો ગુજરાતમાં પણ ચર્ચામાં આવ્યો છે