NDRIના 19મા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહ્યા હાજર

0
36
રાષ્ટ્રપતિના હસ્તે 544 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત 
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરનાલના 19મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને 544 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેય, મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ કહ્યું કે જ્યારે દેશભરમાં કૃષિ ક્ષેત્રે કામ કરતી તમામ યુનિવર્સિટીઓ અને ICR યુનિવર્સિટીઓ સ્પર્ધા કરી રહી હતી ત્યારે NDRIએ સતત પાંચ વર્ષથી પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમણે કહ્યું કે NDRIના પ્રયાસોના પરિણામે 2021માં આપણા દેશમાં વ્યક્તિ દીઠ 444 ગ્રામ દૂધ ઉપલબ્ધ છે. જ્યારે વિશ્વની સરેરાશ વ્યક્તિ દીઠ 394 ગ્રામ છે