નારી શક્તિ વંદન અધિનિયમને રાષ્ટ્રપતિ એ આપી મંજૂરી,જાણો ક્યારથી મળશે લાભ

0
203
મહિલા આરક્ષણ બિલ
મહિલા આરક્ષણ બિલ

મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી છે. આ બિલ 20 સપ્ટેમ્બરે લોકસભા અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પસાર થયું હતું. કોઈ બિલ સંસદના બંને ગૃહમાં પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે, જેથી તે કાયદો બની શકે. આ કાયદો લાગૂ થવા પર લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત મળશે. બિલના સંસદમાં પાસ થવા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે આ લૈંગિક ન્યાય માટે આપણા સમયની સૌથી પરિવર્તનકારી ક્રાંતિ હશે. 

સરકારે તાજેતરમાં 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ દરમિયાન બે ઐતિહાસિક કામ થયા. એક જૂના સંસદ ભવનથી કામકાજ સંસદની નવી ઇમારતમાં શિફ્ટ કરવામાં આવ્યું અને બીજું બંને ગૃહમાં મહિલા અનામત બિલ પાસ થયું. સરકારે નારિ શક્તિ વંદન અધિનિયમ બિલના નામથી મહિલા અનામત બિલને 19 સપ્ટેમ્બરે લોકસભામાં રજૂ કર્યું હતું. સંસદમાં બે દિવસ ચર્ચા ચાલી હતી. મોટા ભાગની પાર્ટીઓએ તેનું સમર્થન કર્યું હતું. 20 સપ્ટેમ્બરે લોકસભામાં આ બિલના પક્ષમાં 454 મત પડ્યા અને બે મત વિરોધમાં પડ્યા હતા. લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી આ બિલ પસાર થયું હતું. 

ત્યારબાદ સરકારે 21 સપ્ટેમ્બરે આ બિલને રાજ્યસભામાં રજૂ કર્યું હતું, જ્યાં બિલના સમર્થનમાં 214 મત પડ્યા હતા. ઘણા વિપક્ષી દળોએ આ બિલનું સમર્થન કર્યું પરંતુ તેને લાગૂ કરવા માટે  નક્કી કરવામાં આવેલી જોગવાઈને લઈને સરકારની ટીકા કરી હતી. આ બિલની જોગવાઈ કહે છે કે જનગણના અને પરિસીમન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને લાગૂ કરવામાં આવશે. એટલે કે આ બિલ 2024ની લોકસભા ચૂંટણીમાં લાગૂ થઈ શકશે નહીં. 

લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત મળશે. બિલના સંસદમાં પાસ થવા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે આ લૈંગિક ન્યાય માટે આપણા સમયની સૌથી પરિવર્તનકારી ક્રાંતિ હશે. 