Prajwal Revanna : આજીવન કેદની સજા, દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત થયો #PRAJWALREVANNA #RapeConviction #JusticeServed

0
1

Prajwal Revanna : બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા

દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા JDS (સેક્યુલર)ના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને શનિવાર (2 ઓગસ્ટ, 2025)ના રોજ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટનો ચુકાદો સાંભળીને રેવન્ના કોર્ટમાં ભાવુક થઈ ગયો અને રડી પડ્યો હતો. આ ચુકાદો બેંગલુરૂ ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંબંધિત કેસોની સુનાવણી માટે રચાયેલી વિશેષ અદાલતે આ નિર્ણય આપ્યો છે.

Prajwal Revanna

Prajwal Revanna : દુષ્કર્મ કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યા

પૂર્વ હાસન સાંસદ પ્રજ્વલ રેવન્નાને નોકરાણી પર દુષ્કર્મ કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યા હતા.  ત્યારે આજે બેંગ્લુરુની સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી..  જેડીએસના પૂર્વ સાંસદને આજીવન કેદની સજાનું એલાન કરાયુ છે. આ સાથે જ પીડિતાને 7 લાખ રૂપિયા આપવાનું પણ કહેવામાં આવ્યું છે. પ્રજ્વલ રેવન્ના પૂર્વ પીએમ એચ.ડી દેવગૌડાના પૌત્ર છે. ઉલ્લેખનીય છે કે  કોર્ટે દોષિત પ્રજ્વલ રેવન્નાને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(K) અને 376(2)(N) હેઠળ આ સજા ફટકારી છે. આ સાથે કોર્ટે દોષિતને ₹10 લાખનો દંડ ફટકાર્યો છે અને પીડિતાને ₹7 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સજા આજથી અમલમાં આવી છે.

Prajwal Revanna : 2000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી

ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના સાયબર ક્રાઈમ સ્ટેશન ખાતે 14 મહિના પહેલાં મૈસુરના કેઆર નગરમાંથી પાર્ટીની સ્થાનિક કાર્યકરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પ્રજ્વલ રેવન્નાએ તેના પર દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. સીઆઈડીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આ કેસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 2000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 123 પુરાવા મેળવવામાં આવ્યા હતાં. જે રેવન્ના વિરૂદ્ધ આરોપો સાબિત કરતા હતાં. 31 ડિસેમ્બર, 2024થી ટ્રાયલ શરૂ થઈ હતી. કોર્ટમાં 23 સાક્ષીઓ રજૂ થયા હતાં. જેના આધારે શુક્રવારે (1 ઓગસ્ટ) ચુકાદો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે સજા સંભળાવવામાં આવી છે.

Prajwal Revanna : કોર્ટમાં રજૂ કરાયા મહત્વના પુરાવા

ઉલ્લેખનીય છે કે ગઇકાલે આ કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા.  પ્રજવ્વલ રેવન્ના વિરુદ્ધ બળાત્કાર કેસ મામલે મહત્વના પુરાવા રૂપે સાડી પણ કોર્ટમાં રજૂ કરાઇ હતી. આરોપ હતો કે પૂર્વ સાંસદએ પીડિત સાથે એક નહી પણ બે વાર બળાત્કાર કર્યો. પીડિતાએ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો છે અને તેની પાસે તે સાડી પણ હતી. જેને તેણે પુરાવા તરીકે સંભાળી હતી. તપાસમાં તે સાડી પર સ્પર્મના નિશાન પણ મળી આવ્યા. જેથી મામલો વધારે મજબૂત થઇ ગયો. કોર્ટેમાં આ સાડીને નિર્ણયાક પુરાવા રૂપે રજૂ કરવામાં આવી,

Prajwal Revanna : CID ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કરી તપાસ

પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને આઇટી એક્ટની અનેક કલમો હેઠળ આરોપ નક્કી કર્યા હતા. કોર્ટ અને આવતીકાલે સજાનું એલાન કરશે. મહત્વનું છે કે પ્રજ્વલ રેવન્ના પર મૈસૂરના કેઆર નગરની ઘરેલુ સહાયકની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો. જેમાં પ્રજવલ રેવન્નાએ રેપ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો., આ કેસની તપાસ CID ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી હતી, જેણે લગભગ 2,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન ટીમે કુલ 123 પુરાવા એકત્રિત કર્યા હતા.

Prajwal Revanna

Prajwal Revanna : ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં સાચી સાબિત થઈ

કર્ણાટકના જનતા દળ- સેક્યુલર (JDS)ના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર પ્રજ્વલ રેવન્ના પર દુષ્કર્મના આરોપ મૂકાયા હતા. જેમાં કહેવાયું હતું કે તેણે હાસનમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ઘણી મહિલાઓ પર દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ તેના વીડિયો પણ ઉતાર્યા હતા. મોબાઈલમાં શૂટ વીડિયો આ કેસનો મહત્ત્વનો પુરાવો સાબિત થયા હતા. વીડિયો ક્લિપ્સને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ફેક્ટ ચેક માટે મોકલવામાં આવી હતી. જે સાચી સાબિત થઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Prajwal Revanna : આજીવન કેદની સજા, દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત થયો #PRAJWALREVANNA #RapeConviction #JusticeServed